________________ સુદના ઘણો આગ્રહ કરી તે ગુટિકાઓ તેની ઈચ્છા સિવાય તેના વસ્ત્રના છેડે બાંધી નમસ્કાર કરી દેવી અદશ્ય થઈ ગઈ. શીળવતીનું વિધ્ર દૂર થયું. તેનો પતિ કાયમ જ હતું. તેની રિદ્ધિ તેમજ હતી. આ તો દૈવિક માયા. તેને ધર્મથી ચલિત કરવા માટે જ ગોત્રદેવીએ દ્વેષ કે ઇર્ષાથી આ પ્રમાણે બતાવ્યું હતું. શીળવતીએ આ સર્વ વૃત્તાંત પોતાના સ્વામિને કહી સંભળાવ્યો. તેણે કહ્યું:-પ્રિયા ! આ ગુટિકાઓ અનુક્રમે એક એક ખાવાથી તેને અનુક્રમે અગિયાર પુત્રો થશે. શીળવતીએ કહ્યું -સ્વામિનાથ ! જેટલો પુત્ર સાથે સંગ તેટલો જ કર્મને બંધ છે. દુઃખ પણ તેટલું જ છે. માટે હે નાથ ! ગુટિકાથી સયું. જે આત્માને ઉદ્ધાર થાય તેવો ધર્મ મળે છે તે પછી પુત્રની શી જરૂર છે? શ્રેષ્ટિએ કહ્યું : પ્રિયા ! એમ જ છે, તથાપિ આ લોક રિસ્થતિ સાચવવાની જરૂર છે. પુત્ર વિના દાયાદે અને રાજા પ્રમુખ ધનના માલિક થાય છે. ગ્લાન અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં પુત્રો વિના શરીરની સંભાળ કેણ કરે? ઘરના બંધાવેલ મંદિરમાં પુત્ર વિના સારસંભાળ કે પૂજાશાંતિ વગેરે કેણ કરશે? રિદ્ધિથી સમૃદ્ધિવાન છતાં પુત્ર વિના તેનું નામ કેણુ જાણશે? માટે હે સુંદરી ! મારા આગ્રહથી આ ગુટિકાઓ તારે અનુક્રમે ખાવી. મેહ અને વિચારધર્મમાં કેટલી તારતમ્યતા? જે પુરુષ એક દિવસ પુત્રપ્રાપ્તિ માટે શોક કરતી પ્રિયાને દિલાસ આપતો હતો, તે પુરુષને આજે સ્ત્રી ઊલટી સમજાવે છે, ખરેખર II પપ૬ .. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu a