________________ સુદના કે પપપા. મસ્તક પર ચડાવું છું, પણ તમે મારી પાસે કાંઈ પણ માંગે. શીળવતીએ કહ્યું : જે એમ જ છે તો તમે મને ધર્મકાર્યમાં મદદ કરશે. દેવીએ કહ્યું - જેને દેવો પણ ચલાયમાન કરી ન શકે આવી ધર્મમાં તમારી પ્રબળ દઢતા છે. તેથી ત્રણ લોક પણ તમને મદદગાર છે તે મારા જેવી અલ્પ સત્ત્વવાળી દેવી તમને ધર્મમાં શું સહાય આપી શકે? ધર્મશીલા! આ અગિયાર ગુટિકાઓ હું તમને આપું છું તે અનુક્રમે ખાવાથી તમને સુખદાયી પુત્ર સંતતિ થશે, માટે તે ગુટિકાઓ ગ્રહણ કર. દેવીએ તેના ભૂતકાળના મનોરથો પ્રમાણે ઉપકાર કરવા ઈછા જણાવી. શીળવતીએ તે ગુટિકાઓ લેવાની બિલકુલ ઈચ્છા પણ ન કરી. .. અહા ! કેટલું બધું આશ્ચર્ય ? કેટલો બધો સંતોષ? ધર્મ કે અદૂભુત મહિમા? જે બાઈએ પુત્રપ્રાપ્તિ નિમિત્તે અગિયાર વર્ષ પર્યત તપ કર્યો હતો. અનેક માનતા માની હતી, જેને માટે રાત્રિ દિવસ તડફડતી સુખે નિદ્રા પણ લેતી ન હતી, જે મરથ પૂર્ણ કરવાને શરીરને પણ સૂકવી નાખ્યું હતું તે સ્ત્રી, આજે પુત્રઉત્પત્તિ માટેની દેવી તરફથી મળતી ગુટિકાને ઇચ્છતી પણ નથી. બલિહારી ધર્મની છે. ધર્મ પણ તેને જ પરિણમ્ય કહી શકાય. ધર્મ પણ તે જ કહી શકાય કે જેની પ્રાપ્તિથી અપૂર્વ સંતોષ પ્રાપ્ત થાય. છે . પપપ . Ac. Gunratnasur M.S Jun Gun Aaradhak Trust