________________ ~ - સુદશ ના છે પપ૪ II પણ મરવું તો છે જ, તે ધીર પણે મરવું તે જ નિચે ઉત્તમ છે. આ પ્રમાણે પિતાને નિશ્ચય દેવીને જણાવી સાહસિકના નિધાન સરખી શીળવતી પિતાના મનને સંબોધવા લાગી. હે જીવ મિથ્યાત્વને આધીન થઈ ફરી આવા કૂર પરિણામવાળા અને નિર્દય મનના દેવોમાં દેવબદ્ધિ ન કરીશ. મિથ્યાત્વ કે અજ્ઞાન દશામાં કરેલા કર્મને જ આ વિપાક છે. સમભાવે સહન કરતાં તે કર્મો આ દેવીની મદદથી નિજરી શકાશે. આ અવસરે કુળદેવી, જ્ઞાનથી તેના દઢ નિશ્ચયવાળા માનસિક વિચારોને જાણી શાંત થઈ, તેના પ્રબળ સત્ત્વવાળા પરાક્રમથી તુષ્ટમાન થઈ દેવીએ સર્વ ઉપદ્રવ દૂર કર્યા. અને તે શીળવતીના ગુણની સ્તુતિ યાને પ્રશંસા કરતી આ પ્રમાણે કહેવા લાગી. સુતન ! ધર્મમાં સ્થિરતા જોઈએ તો તે તારા જેવી જ હોવી જોઈએ. તારા અનધિ સત્વવડે વેચાયેલી હું દાસીની માફક તારા માટે થઈ છું. મારા લાયક કાંઈ પણ કાર્ય જણાવ." દેવીને શાંત થયેલી જાણી શીળવતીએ કહ્યું : દેવી! મને આ ધર્મ પ્રાપ્ત થયો છે, તેથી હું હવે મારામાં કોઈપણ ઓછાશ માનતી નથી અર્થાત મને કોઈપણ પ્રકારની ઈચ્છા હવે થતી નથી, છતાં આ લોક અને પરલોકમાં હિતકારી સમ્યકત્વમાં તમે સ્થિર થાઓ એ જ મારી દઢ ઈચ્છા છે. દેવીએ કહ્યું - ધર્મશીલા! તમારું કહેવું મને પ્રમાણ છે. તે દેવાધિદેવની આજ્ઞા હું, Jun Gun Aaradhak Trum { il પપ૪ . 13 Ac. Guntatnasuri MS