________________ સુદર્શના I પપ ? | ગુરુ મહારાજ તરફથી ધર્મ ઉપદેશ શ્રવણ કરી, શીળવતી તે ગ્રહણ કરવાને તૈયાર થઈ. શંકાઓનું સમાધાન પૂછતાં તેણે ગુરુને પ્રશ્ન કર્યો કે-મારાથી હવે પછી કુળદેવીની પૂજા થઈ શકે કે કેમ? ગુરુશ્રીએ કહ્યું : નિર્વાણ સુખના કારણ તુલ્ય જિનેન્દ્ર દેવનું પૂજન કરીને હવે પછી તો બીજ સામાન્ય દેવની પૂજા કોણ કરે? કલ્પવૃક્ષ પામ્યા પછી એરંડાની ઈચ્છા કોણ કરે? સુકૃત દુકૃત પિતાનાં જ કરેલાં છે, તેનાં ફળો પણ પોતાને જ ભેગવવાનાં છે. શુભ ઉદય હોય એ વખતે ઇંદ્ર પણ તેનું બૂરું કરવાને સમર્થ નથી તે પછી કુળદેવીનું શું ગજું છે? અને પાપને ઉદય હાય તે વખતે એક હલકામાં હલકો મનુષ્ય પ્રાણી પણ નુકશાન પહોંચાડે છે ત્યારે રક્ષણ કરનાર કોઈ પણ નથી, માટે સુખ દુઃખ એ શુભાશુભ કર્મ ઉપર આધાર રાખે છે તો પછી તે અન્ય દેવ, દેવી વિગેરે આપણને શું ફાયદો કે ગેરફાયદો કરનાર છે? કાંઈ જ નહિ. સુકૃત કે દુષ્કૃતનો અનુભવ કરવો આપણે સ્વાધીન છે, તો પછી પુત્રને મહ પણ નિરર્થક છે. આપણાં કર્મથી અધિક કઈ પણ આપી કે લઈ શકવાના નથી, અનંત સંસારમાં કોઈ પુત્રપણે નથી ઉત્પન્ન થયા? અથવા કયા ભવમાં પુત્રો ઉત્પન્ન નથી થયાં. અનેકવાર પુત્ર ઉત્પન્ન થયા છે. તેઓ તરફથી તમને શું ફાયદો મળે છે? આ ભવમાં જ આપત્તિમાં આવી પડેલા માતા, પિતાઓને ઉદ્ધાર તેઓ કરી શકતા નથી તો પછી અન્ય જમમાં ગયેલા માતા, પિતાઓને તે ઉપગાર કરશે, આ વાત કોણ માની શકે તેમ છે ? ધર્મ જ બને કે અનેક ભવમાં વાંછિત | પપ૦ Jun Gun Aaradhak Trust M Gunratrasuri M.S.