________________ સુદના 549 રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાનાદિ દોષ રહિત હોય તે દેવ કહેવાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ધારણ કરનાર ઉત્તમ ગુરુઓ મનાય છે, જેમાં જીવ અજીવ આદિ પદાર્થસમૂહની હેય, ય, ઉપાદેયરૂપે સમજ આપવામાં આવે છે, તે આત્મવિશુદ્ધિ કરનાર ધર્મ છે. આ ત્રણેનું સમ્યફ શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ કહેવાય છે. હવે હું તને ગૃહસ્થ ઘર્મ બનાવું છું. 1. સ્થૂળ (મોટા) પ્રાણી વધનો ત્યાગ કરવો. 2 અસત્ય ન બોલવું. 3 ચોરી ન કરવી 4 પરપુરુષને ત્યાગ કરવો. 5 ધન ધાન્યાદિ પરિગ્રહનું ઈચ્છાનુસાર પરિમાણુ કરવું. 6 સંસાર વ્યવહારના પ્રસંગે દશે દિશાઓ તરફ જવા આવવાના નિયમ રાખ. 7 માંસ, મદિરાદિ અભક્ષ્ય અનંતકાયાદિ વસ્તુઓના ભાગ ઉપભેગને ત્યાગ કર, યોગ્ય વસ્તુઓના ભેગ-ઉપભેગને નિયમ રાખો. 8 વિના પ્રજને આત્મા કર્મથી દંડાય–બંધાય તેવાં પાપોપદેશાદિ ન કરવા. 9 ઓછામાં ઓછું દિવસમાં બે ઘડી પર્યત ધર્મધ્યાનમાં–સમભાવમાં લીન રહેવાને નિયમ ગ્રહણ કરવો. 10 દિશાના નિયમ આદિનું ઓછું પ્રયોજન હોય ત્યારે વિશેષ પ્રકારે સંકોચ કરવો. 11 આત્મગુણને વિશેષ પોષણ મળે તેવા પદિવસે આહારાદિના ત્યાગ કરવારૂપ પૌષધ કરવા. 12 અતિથિઓને દાન આપવું. ' ભવવાસથી વિરક્તતા મેળવી અર્થાત્ સંતોષપૂર્વક આ બાર વ્રતરૂપ નિર્દોષ ગૃહસ્થ ધર્મનું જેઓ પાલન કરે છે તેઓ દેવ, માનવ સબંધી સુખ ભોગવી અંતે નિર્વાણપદ પામે છે. 8 Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Trust / 59