________________ સુદર્શના પર કાર્ય સિવાય બીજુ કાઈપણ બોલવું યોગ્ય નથી. ગુરુમહારાજની તેવી પ્રબળ આજ્ઞા માટે તે સંબંધમાં અમે તમને કાંઈપણ ઉત્તર આપી શકશું નહિ. વિશેષમાં અમારા ગુરુશ્રી સ્વ–પરસમયના જાણ છે, દ્રવ્ય, ક્ષેત્રાદિને જાણનાર છે અને કાર્યાકાર્યને વિચાર કરવામાં વિચક્ષણ છે. મનિઓના રમાશયને ભાસ શીળવતીને એ થયો કે તેઓ પોતે કાંઈપણ બાલવાને ખુશી નથી પણ આ વાતને ખુલાસે તેમના ગુરુશ્રી આપી શકશે. ભિક્ષાર્થે આવેલા તે મુનિઓને નિર્દોષ, કલ્પનીય આહારાદિ શીળવતીએ આપ્યાં. તે લઈ તેઓ ચાલતા થયા. બીજે દિવસે પરિવાર સહિત શીળવતી ગુરુશ્રી પાસે ગઈ અને નમસ્કાર કરી તે જ પ્રશ્ન ગુરુને પૂછો. ખરી વાત છે અથી દોષને જોતો નથી. ગુરુએ કહ્યું. ભદ્ર ! સાવદ્ય યોગનો ત્યાગ કરનાર મનિઓ જે કે પર ઉપકારી હોય છે તથાપિ પાપકારી આદેશ કરવો તે તેમને અકલ્પનીય છે અર્થાત કરવા ગ્ય નથી. જેમાં જીવોને કિલામણા થાય. અથવા જીવોનો નાશ થાય તેવાં નક્ષત્ર, સ્વપ્ન, યોગ, નિમિત્ત, મંત્ર અને ઔષધાદિક સંબંધી કાંઈ પણ ગૃહસ્થને કહેવું તે સાધુ ધર્મની મર્યાદા બહારની વાત છે. અર્થાત સાધુની મર્યાદાનું ઉલ્લંઘન કરાવનારી વાત છે. - પણ ભદ્રે ! તારા દુઃખનું નિર્દેલન થાય તેવો સભ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રમય હું તને a ધર્મ બતાવું છું, જેનાથી મનવાંછિત સર્વ સુખની પ્રાપ્તિ થશે. ' Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak |548.