________________ --- - સુદના i 57 3 ક્યા કર્મના ઉદયથી? તે આપ કૃપા કરી જણાવશો. જગતબંધવ ભગવાને કહ્યું: આ મગધદેશની કામંદી નગરીમાં લક્ષ્મીપુંજ નામને શ્રેષ્ઠી રહેતો હતો. તેને શીળવતી નામની ગુણીયલ સ્ત્રી હતી. અનેક ગુણવાન છતાં પુત્રસંતતિના ગુણથી તે રહિત હતી. પુત્રની ઉદાસીનતામાં ઘેરાયેલી શીળવતીને તેના સ્વામીએ દિલાસો. આપતાં કહ્યું: વલ્લભા! પૂર્વકૃત કર્મ અલંઘનીય છે. તેવા કોઈ પ્રબળ કારણથી આપણે ઘેર પુત્રાદિ સંતતિ નથી. કર્મની આગળ બળવાન પુરુષોને પણ પ્રસંગે નમવું પડે છે, માટે તું શાંત થા. શ્રેષ્ઠીનું કહેવું નહિ માનતાં તે વિશેષ ખેદ ધરવા લાગી. પુત્રપ્રાપ્તિ નિમિત્ત અનેક દેવ, દેવીઓ પાસે યાચના અને માનતા તેણે શરૂ કરી. એક વર્ષ પર્યત એક એક દેવની; એવી રીતે અગિયાર વર્ષ પર્યત મહાનું વિભૂતિપૂર્વક અગિયાર દેવ, દેવીઓનું તેણે પૂજન કર્યું. મહાનું કલેશ સહન કરવા સાથે દ્રવ્યને પણ વ્યય કર્યો, છતાં એક પણ પુત્રાદિની પ્રાપ્તિ ન જ થઈ એક દિવસે ઘમંષ મુનિના બે શિષ્ય તેને ઘેર આહારાદિની ભિક્ષાથે આવી ચડયા. શીળવતીએ તેઓને ઘણો આદર-સત્કાર કર્યો. નમસ્કાર કરી છેવટે તેણે પોતાનો સ્વાર્થ જણાવ્યું કે ભગવના મને પુત્રાદિ સંતતિની પ્રાપ્તિ થશે કે? અથવા કેવી રીતે પુત્રાદિ સંતતિ થાય તેનો ઉપાય બતાવશો? શિષ્યએ કહ્યું : ભદ્ર! ભિક્ષાથે ગૃહસ્થને ઘેર આવેલા મુનિઓએ તે Jun Gun Aaradhak Trust | | 547 માં Ac Guntatnasuri MS