________________ િઆપવાને સમર્થ છે. માટે ભલી બાઈ! ધર્મ માટે જ તું નિરંતર ઉદ્યમવાનું રહેજે. ચિંતામણિ કે કલ્પવૃક્ષથી પણ અધિક ફળદાતા આ ધર્મથી એવું કઈ નથી કે તે સિદ્ધ ન થાય અર્થાત સર્વ કાર્ય સિદ્ધ થશે. સુદર્શના ગુરુના વચનામૃતોથી સંતોષ પામેલી શીળવતી દ્વાદશત્રતરૂપ ગૃહથધર્મ અંગીકાર કરી, ગુરુને નમસ્કાર કરી પોતાને ઘેર આવી. લક્ષ્મીપુંજ શ્રેષ્ઠી-(પોતાના પતિ) આગળ પોતે || પપ૧ અંગીકાર કરેલ ગૃહસ્થ ધર્મ કહી સંભળાવ્યું. શ્રેષ્ઠીએ તેને ઉત્સાહિત કરવા માટે કહ્યું : પ્રિયા ! તું કતપુન્ય છે. ધનભાગ્ય છે કે તેને સંસારથી ઉદ્ધાર કરનાર આમિક ધર્મ કરવાની તારી ઈચ્છા થઈ. મનુષ્યની કે દેવેન્દ્રની રિદ્ધિ મળવી સુલભ છે પણ જિનેશ્વરને કહેલો ધર્મ મળવો દુર્લભ છે. પ્રિયા ! આ ધર્મ પામીને તું ક્ષણભર તેને આદર કરવામાં પ્રસાદી ન થઈશ પણ પણ ચિંતામણિની માફક સાવચેતીથી તે ધર્મનું પાલન યા રક્ષણ કરજે. - પિતાના પ્રિય પતિ તરફથી ધર્મની લાગણીને ઉત્તેજિત કરનાર ઉત્સાહિત વચનો સાંભળી શીળવતી ઘણી ખુશ થઈ, શ્રેષ્ઠીનું વચન આદરપૂર્વક અંગીકાર કર્યું. તે દિવસથી બન્ને દંપતી પ્રતિદિન ત્રિકાળ દેવપૂજન કરવા લાગ્યા. બન્ને સંધ્યાએ આવશ્યક કરવું શરૂ કર્યું. દાન અને સ્વધર્મીવાત્સલ્યતા કરતાં ગૃહસ્થધર્મનું વિશેષ પ્રકારે પિષણ કરતાં જ રહ્યાં. 551 || -----ત Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.