________________ સુદના 36 aa વેલડીએની પાછળ છુપાઈ રહેલો મહુસેન રાજા પણ એકચિત્તે સાંભળવા લાગ્યો. ખર કહે તે મહસેન રાજાને પ્રતિબંધ આપવા માટે મુનિશ્રીએ વિસ્તારથી આ પ્રબંધ કહે શરૂ કર્યો હતો. ચંપકલતા આ વૃત્તાંત સાંભળવામાં મુખ્ય હતી તથાપિ ગુરુશ્રીની દષ્ટિએ મહસેન રાજા મુખ્ય હતે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના કારણરૂપ આ દક્ષિણાર્ધ ભારતવર્ષના મધ્યમખંડની દક્ષિણ દિશા તરફ સમુદ્રના કિનારા પાસે સર્વ દ્વીપમાં શિરોમણિ તુલ્ય સિંહલદ્વીપ નામને રમણીક દ્વીપ આવી રહેલ છે. તે દ્વીપમાં લક્ષ્મીના નિવાસરૂપ શ્રીપુર નામનું ઉત્તમ શહેર છે. તે શહેર એટલું બધું સુંદર છે કે જેનું સંપૂર્ણ વર્ણન કરવાને મહાન કવિઓ પણ અસમર્થ છે. તે શહેરમાં આવેલા સુંદર પ્રાસાદો અને મહેલાતો એક સરખા કનકમય તોરણવાળા, નાના પ્રકારના મયૂર, પોપટ, સારિકા, હંસ, સારસાદિના ચિત્રામણવાળા હોવાથી, એક સરખાપણાને લઈ ત્યાંના લોકો પોતાના મહેલાને ઘણી મહેનતે ઓળખી શકતા હતા. પ્રસરતા સૂર્યકિરણોના પ્રતાપથી ભય પામી, તે મહેલ્લાના ખૂણાઓમાં શરણ માટે આવેલા અંધકારને થંભમાં રહેલ મણિના કિરણો ભક્ષણ કરી જતા હોવાથી અંધકારને (મલિન પાપવાની વૃત્તિવાળા જીવોને) ત્યાં બિલકુલ શરણ મળતું નહોતું. બંધ તે ઉત્તમ I 36 Ac. Gunrainasuri MS. Jun Gun Aaradhak Tru