________________ સુદર્શના / 35 બંધાવ્યો? અર્થાત અહીં આ પ્રાસાદ બંધાવવાનું કારણ શું? ગુરુશ્રીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું ચંપકલતા ! આ દેવભુવન રાજકુમારી સુદર્શનાએ બંધાવ્યું છે. કયારે અને કેવા સંયોગો વચ્ચે તે બંધાવ્યું, તે ઈતિહાસ ઘણો લાંબો છે. ચંપકલતા–રાજકુમારી સુદર્શના કોણ હતી? કયા અને કયારે થઈ? અને અહીં પ્રાસાદ બંધાવવાનું કારણ શું? તે આપ કૃપા કરી મને વિસ્તારથી જણાવશો. જો કે આપના જ્ઞાનધ્યાનમાં અંતરાય થાય છે તથાપિ આપના બોધથી અને રાજકુમારીનું જીવનચરિત્ર સાંભળવાથી મારા જેવા પ્રાણીને આત્મબોધ થશે તે આપને તેને વિશેષ ફાયદા છે. મહાત્મા પુરુષો નિરંતર પોતાના કરતાં બીજાનું ભલું કરવામાં વધારે પ્રયત્ન કરે છે કેમકે પોતાનું ભલું કરવું તે તો પિતાને સ્વાધીન જ છે અને પરને ઉપકાર કરવાનો વખત તો કઈક પ્રસંગે જ બને છે. ગુરુશ્રીએ ઉત્તર આપે. ચંપકલતા ! સુદર્શનાનું જીવનચરિત્ર ખરેખર તારે સાંભળવા યોગ્ય છે, તેમાંથી તને ઘણું જાણવાનું અને અંગીકાર કરવાનું બની આવશે. વળી પ્રસંગોપાત તારાં પ્રશ્નોને ઉત્તર પણ તેમાં આવી જશે. હું તને પ્રથમથી તેનું જીવનચરિત્ર સંભળાવું છું, 'તું સાવધાન થઈને સાંભળ. ચંપકલતા-આપનો આ બાળક ઉપર મહાન અનુગ્રહ. Jun Gun Aaradhak P.P.AC. Gunratnasuri M.S. 35 |