________________ સુદર્શના . 37 કવિઓની કવિતામાં હતું, દોષ તે રાત્રિમાં જ હતો, ગ્રહણ તે રાહુ ચંદ્રને કરતો હતો, દંડ છત્રોમાં કે પ્રાસાદના શિખર પર હતો, અને ભય પાપ કરવામાં હતું, પણ ત્યાંના લોકોમાં બંધ, દોષ, ગ્રહણ, દંડ કે ભય જણાતો નહોતે. મોટું આશ્ચર્ય તે એ હતું કે ક્રોધાદિથી કષાયિત પરિણામ થતાં કર્મ બંધન થવાથી આપણને દુ:ખ ભોગવવું પડશે, એથી ભય પામીને 'પતિપ્રણયના સંબંધમાં કુપિત થયેલી તરુણીઓ પોતાનું માન પણ મૂકી દેતી હતી; પણ વધારે વખત ક્રોધાદિને પોતાની પાસે સંચય (સંગ્રહ) કરી રાખતી નહોતી. પિતાના દુઃસહ પ્રતાપથી શત્રવર્ગના દર્યને દૂર કરનાર ચંદ્રગુપ્ત નામને રાજા ત્યાં રાજ્ય કરતો હતો. લોકમાં તેનું બીજું નામ સિલામેધ પણ પ્રખ્યાત હતું. ત્રણ શક્તિ મહાન સત્ત્વ, સૌમ્યમૂર્તિ, ઉજ્વળ કીર્તિ, ત્યાગ, ન્યાય, સત્ય અને પરાક્રમના બળથી જ તેને પ્રતાપ વૃદ્ધિ પામતો હતો. યુવતિઓના, વિદ્વાનોના અને શત્રુઓના મનમાં અનુક્રમે કામ, બૃહસ્પતિ અને પ્રચંડ સૂર્ય સમાન આ રાજા ભાયમાન થતું હતું. પોતે નિર્ભય છતાં સિંહ કિશોરની માફક શત્રુઓને તે ભયંકર જણાતો હતો. પણ સ્વજનરૂપ કુમુદને તો શરદ ઋતુના ચંદ્રની માફક આનંદ જ આપતો હતો. Jun Gun Aaradhak કપા PP. Ac Gunratnasuri M.S.