________________ સુદર્શના II539 થયું હતું. સંસાર પરથી વિરક્તતા આવેલી હતી. જોઈએ તેવો ગુર્નાદિકને સમાગમ મળ્યો હતો. કઈ પ્રકારને પ્રપંચ કે વ્યવસાય પણ મને ન હતો. શરીર પણ નિરોગી હતું. આવી વિવિધ પ્રકારની પૂર્ણ સામગ્રી હોવા છતાં હું મારું આત્મસાધન ન કરી શકી અને આ દેવની હલકી કિન્નરની જાતિમાં આમ તેમ ફરું છું. આ ઠેકાણે મારા મનને દિલાસો આપવાનું કે શાંતિ માનવાનું કારણ એક જ છે કે તીર્થનાં દર્શન કરી, તેનું રક્ષણ કરી, ધમી મનુષ્યોનાં વિદને દૂર કરી આ જિંદગી સફળ કરવી. તેના પ્રભાવથી ઉત્તરોત્તર મારી આત્મિક સ્થિતિમાં યા નિર્મળતામાં વધારો થશે અને એક વખત એવો પણ આવશે કે હું મારા આત્માનું સામ્રાજ્ય પણ મેળવી શકીશ. - ભાઈ ધનપાળ ? તું ધર્માથી છે. ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. જિનેશ્વરના કહેલ ધર્મમાં તારે આદર કરવો જેથી મારી માફક પશ્ચાતાપ કરવાનો વખત તને ન આવે. ધર્મથી સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય છે. મનવાંછિત સુખ પણ ધર્મથી જ મળે છે. ધર્મ કરનાર મનુષ્ય છૂપી રીતે કદાચ પહાડની ગુફામાં જઈ બેસે તે ત્યાં પણ તેને મનોભિષ્ટ પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણું સરખું છતાં ધર્માધર્મનું ફળ (સુખ દુઃખ) પ્રાણીઓ પ્રત્યક્ષ અનુભવતાં નજરે પડે છે. ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ પુરુષોને ઘેર કેટલાએક રૂપ, ગુણ સહિત જન્મ પામે છે ત્યારે બીજાઓ દુર્ભાગ્યતાથી કલંકિત દુ:ખીયા પાપી કુળમાં ઉત્પન્ન થાય છે. કેટલાએક કપૂર, P.P.Ac. Gunratnasuri M.S. - / ૫ટા Jun Gun Aaradhak Trust