________________ સુદર્શના 1 538 રાજપુત્રી ચંપકલતાએ નિયાણું કરી આયુષ્ય પૂર્ણ થતાં આ દેહનો ત્યાગ કર્યો. જિનપૂજાદિ પુન્ય કર્મના સંગે અને કરેલ નિયાણના હેતુથી કિન્નર જાતિના વ્યંતર દેવનિકાયમાં કિન્નરીપણે ઉત્પન્ન થઈ, અંતમુહૂર્તમાં પર્યાપ્તિભાવને પામી અહીં ઉત્પન્ન થવાનું કારણ તપાસતાં અવધિજ્ઞાનના બળથી પિતાને પાછલો જન્મ દીઠે. તીર્થ પરના સ્નેહથી તે ભરૂયમાં આવી, મુનિસુવ્રતસ્વામિની મહાન વિભૂતિએ પુષ્પાદિકથી વિવિધ પ્રકારે પૂજા કરવા લાગી. તીર્થ ઉપરના મેહથી ભારતવર્ષમાં તીર્થાધિષ્ઠાતૃપણું ભોગવવા લાગી. આજે ગિરનારના પહાડ ઉપર નેમનાથ પ્રભુને વંદન કરવા નિમિત્તે મારું અહીં આગમન થયું છે. તે ચંપકલતા અને તેનાથી પાછલા ભવની ધાવમાતાને જીવ તે હું જ કિન્નરી છું. સ્વધર્મી બંધુ! પન્ના ધાત્રીના ભવથી મારું સવિસ્તર કથાનક મેં તને (મિત્ર સહિતને) સંભળાવી આપ્યું છે. તેં તે મારું ચરિત્ર પૂછયું હતું, પણ સુદર્શનાના સંબંધ સાથે મારું ચરિત્ર ગૂંથાએલું હોવાથી પ્રસંગોપાત રાજપુત્રી સુદર્શના દેવીનું ચરિત્ર પણ મેં તમને જણાવ્યું છે. મને ખેદ માત્ર એટલો જ છે કે,-સુદર્શના દેવીના મેહથી હું મારા મનુષ્યપણુથી ભ્રષ્ટ થઈ છું. જે મનુષ્ય જિંદગીમાં મેક્ષ પયતનાં સાધને મનુષ્ય કરી શકે છે તેવા ઉત્તમ માનવભવમાં હું કાંઈ કરી શકી નથી. હા! હા ! મેહની પણ હદ હોવી જોઈએ. તીર્થમાં મેહ રાખે તેની હદ છે. હું ધારત તે માનવ જિંદગીમાં ઘણું કરી શકત, કારણ કે મને ત્યાં પૂર્વજન્મનું જ્ઞાન છે 538 || Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True