________________ સુના કે 537 , મહેનત કરી કેડીની માંગણી શા માટે કરવી? ખેડૂતો અનાજ માટે જ બી વાવે છે તથાપિ ઘાસ, ચારે વિગેરે સ્વાભાવિક જ થાય છે. તેને માટે પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે કર્મક્ષય કરવાના મુખ્ય ઉદ્દેશથી જ ક્રિયા કરવી જોઈએ. તે પછી ઘાસ–ચારાની માફક દુનિયાના ઇચ્છિત સંયોગો સ્વાભાવિક જ મળી આવશે. મહાપુરુષ કહે છે કે-સત્તામાં રહેલું કર્મ વિપાકે ભોગવવા લાયક જ્યાં સુધી રહેલું છે ત્યાં સુધી તે ભગવ્યા સિવાય તમને જેર કરીને કઈ પણ ક્ષમાં લઈ જનાર કે સ્વાભાવિક મેક્ષમાં જઈ પડે તેમ નથી જ તે પછી દુનિયાના સ્વ૯૫ સુખના ઉપગ માટે મોક્ષસુખથી તમે શા માટે ડરો છો? કે તેવી ઉત્તમ ધાર્મિક ક્રિયા કરીને પૌગલિક સુખની કે અનુકૂળ સંગેની કાં માંગણી કરો છો? જ્યારે તમે આ દુનિયાના સર્વ સુખથી નિરપેક્ષ બનશે, તેનાથી તમને કંટાળો આવશે, પાસે આવ્યા છતાં તે સંયોગને ફેંકી દેવાને ઇચ્છશો અને કઈ પણ કાળમાં તે સુખ વૈભવની તમને ઇચ્છા નહિ જ થાય એવી જ્યારે તમારી દશા પ્રગટ થશે ત્યારે જ તમને મહાન આત્મિક સુખવાળો મોક્ષ મળશે. આ પ્રમાણે નિર્ણિત છે તો પછી આ માયિક પ્રપંચથી ભરેલા, સંયોગ વિયોગવાળા સંબધોની કે આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપૂર દુનિયાના સુખની ઈચ્છા ન કરે. તે તો સ્વાભાવિક જ મળી આવશે. મૂળ ઉદ્દેશ કર્મક્ષયને જ લક્ષમાં રાખી કાંઈ પણ શુભ ક્રિયા કરે. પરિણામ સારું જ આવશે. Jun Gun Aaradhak Tu