________________ સુદર્શન I 536 1} : થતું હતું. તેના મેળાપથી અને પૂર્વજન્મના ધાત્રી સ્નેહથી સુદર્શના પર તે એટલી બધી પ્રીતિ રાખતી હતી કે તેના સ્નેહને લઈ પિતાનું આત્મસાધન કરવું પણ તે (ચંપકમાલા) ભૂલી ગઈ. દેવદર્શન, પૂજન જેટલી શુભ ક્રિયા તો ચાલુ રાખી હતી, તથાપિ શીળવતીની માફક સંયમમાગ તે ગ્રહણ ન કરી શકી. અહા! મેહનું કેટલું બધું જોર? જેને લઈને સંસારથી વિરક્તતા ભેગવનાર જાતિસ્મરણ જ્ઞાનધારક પણ આ પ્રમાણે મુંઝાય છે તે અન્ય અજ્ઞાની અને માટે તે કહેવું જ શું? કેટલાએક નિમિત્તે કારણથી પિતાનું આયુષ્ય અલ્પ જાણી (મરણ નજીક આવેલું જાણી) ચંપકલતા આ પ્રમાણે ચિતવવા લાગી. “આ જિનપૂજારૂપ ધર્મક્રિયાનું ભવાંતરમાં બદલો આપનાર કાંઈ પણ ફળ મળતું હોય તો તે પુન્યના પ્રભાવથી આ સમળીવિહાર તીર્થમાં દેવીપણે મારૂં ઉત્પન્ન થવાપણું થશે, જેથી સુદર્શના દેવીને મને વારંવાર મેળાપ થાય.” 0 અહો! અવિવેકીતા? મેહનું કેટલું બધું પ્રબળ જોર ? ઇછિત ફળ આપનાર જિનપૂજન અને માનવ જિંદગી તેને આવો ઉપયોગ? કરેલ કર્તવ્ય અવશ્ય ફળ આપવાનાં જ છે તો પછી આવું નિયાણું કરવાની શી જરૂર ? ધર્મક્રિયા કરીને ફળ માંગવારૂપ નિયાણું કરવાની વારંવાર જ્ઞાની પુરુષ મના કરે છે. એટલું જ નહિ પણ આશંસાપૂર્વક ધર્મક્રિયા કરવાની મનાઈ પણ કરે છે. નિરીહભાવે ક્રિયા કરે, જેવું જોઈશે તેવું મળી આવશે. પણ લાખોની Ac Gunratnasuri M.S. ' Jun Gun Aaradhako 536 /