________________ માના 535 ચંડવેગ અને મહેસેન બન્ને શ્રમણસિંહ ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ચંડવેગ તે વિદ્યાધર જ હતા. મહસેન મુનિને આકાશગમન વિદ્યા આપવાથી સમુદ્ર ઉલ્લંધન તેઓને વિષમ ન થયું. ખરી વાત છે જેને ભીષણ સંસારસમુદ્ર તરવો દસ્તર ન થયે, તેઓને આ સમુદ્ર તરવો અશકય કયાંથી હોય? મહસેન મુનિ અનુક્રમે શ્રતસાગરના પારગામી થયા. છઠ્ઠ અઠ્ઠમાદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં ઘણા વખત પર્યત પૃથ્વીતલ પર વિચરી છેવટની સ્થિતિમાં સિદ્ધાંતાનુસાર તેમણે સંલેખણા અંગીકાર કરી, બે માસનું અણુશણુ આરાધી, શુકલેશ્યાએ આત્મધ્યાનમાં રમણ કરતા તે બન્ને મુનિઓએ આ ક્ષણભંગુર માનવદેહનો ત્યાગ કર્યો અને સર્વ દેવભુવનોથી ઉચ્ચતમ અનુત્તર વિમાનની દેવભૂમિ અલંકૃત કરી. - -- પ્રકરણ ૪ર મું. કિન્નરીને પશ્ચાત્તાપ સુદર્શના દેવીને યાદ કરતી અને શ્રીમુનિસુવ્રતસ્વામિનું પૂજન કરતી ચંપકમાલા પિતાના દિવસો આનંદમાં પસાર કરવા માગી. ભરૂચ્ચમાં સુદર્શના દેવીનું આગમન વારંવાર II 55 | CRAGunatnasur Jun Gun Aaradhak Trust