________________ સુદર્શન : 54o | કસ્તુરિકાદિ પરિમળથી મધમધતા સુંદર રાજમંદિરમાં રહે છે ત્યારે બીજાઓ માટીથી ભરપૂર જર્જરિત ભીતવાળાં દુર્ગધિત ઝુંપડાઓમાં રહે છે. કેટલાક વિવિધ પ્રકારે દાન આપી પછી ભજન કરે છે ત્યારે કેટલાએક જીવો અન્યની આગળ પ્રાર્થના કરવા છતાં પણ પેટ પૂરતું અનાજ પામતા નથી, દુપૂર ઉદર-પૂરણાથે રાત્રિ-દિવસ કાર્ય કરવાં પડે છે અને ધનેશ્વરના ચરણ પણ મર્દન કરવા તથા ધોવા પડે છે. આ અધર્મનું કારણ નથી ? છે જ. ભિક્ષાવૃત્તિ અર્થે ફરતા મનુષ્ય પોતાના અદાન (કૃપણ) ગુણને અને ધનાઢયો નાદાન ગુણને પ્રગટપણે જણાવે છે તેઓ પોતાના આ ચરિત્ર ઉપરથી બીજાઓને એમ સૂચવે છે કે,–આ અમારા અન્ય જન્મના અદાન યા લોભી-કપણ ગુણને સમજીને તમે દાન આપવાનું ચાલુ કરો. પુન્યવાન જીવે આ જન્મ પર્યત દેવ, ગુરુનું સ્મરણ અને પૂજન કરે છે ત્યારે નિર્ભાગ્ય મનુષ્ય સેવાવૃત્તિ કરવાવડે આ જિંદગી પર્યત માલિકની ધનાઢ્યની સેવા ઉઠાવે છે. ખરેખર ભૂલ્યવૃત્તિ એ શ્વાન વૃત્તિ સરખી છે. કેટલાએક મનુષ્યો દશાંગ કે અષ્ટાંગ ધૂપાદિની સુગંધવાળી ચિત્રશાળાઓમાં નિવાસ કરે છે ત્યારે કેટલાએક પરના દ્વાર ઉપર પધૂમ્રથી અંધ થઈ પરાણે નિવાસ પામે છે. અમુક મનુષ્ય ચંદન કંકમાદિકથી શરીરની શોભામાં વધારે કરતા લીલામાં દિવસો પસાર કરે છે ત્યારે અન્ય અશુચિથી ખરડાયેલા મલિન શરીર ધારણ કરતા વસ્ત્ર વિનાની જિંદગી ગુજારે છે. કેટલાએક AcGunratnasuri M.S. | 5om Jun Gun Aaradhak Tu