________________ સુદર્શના - 530 | ગ્રીષ્મઋતુના ઉષ્ણુ તાપથી આક્રમિત થયેલાં કમળ દેહવાળાં પંખીઓની સમાન જલદી નાશ પામે તેવું જણાશે. વિદ્યુતુલતાની માફક ચપળ અને ક્ષણવારમાં દષ્ટનષ્ટ સરખી સંપત્તિ યા , લક્ષ્મી લાગશે. કદલીગભ સમાન આ અસાર દેહ અનેક પ્રકારના વ્યાધિના ઘરમાન જણાશે. પહાડ પરથી વહન થતી સરિતાના (નદીના) પ્રવાહતુલ્ય અતિશય તરલ યૌવન અવસ્થા, શરદઋતુના અબ્રટિલતુલ્ય સંપત્તિ, ઇંદ્રધનુષ્યની માફક થોડો વખત ટકી રહેનારી લાવણ્યતા, પ્રિયસમાગમનું સ્વપ્ન સમાન સુખ, હાથીના કાન સમાન બળની ચપળતા, કુશાગ્ર પર રહેલા જળબિંદુ સમાન એશ્વર્યની સાહ્યબી, પવનથી આંદોલિત કરાતા વ્રજપટ્ટની માફક શરીરની ક્ષણ ભંગુરતા, વૃક્ષ પર આવી વસેલા પક્ષીઓના નિવાસતુલ્ય કુટુંબવાસની સહજ વિયેગશીલતા, અને વ્યવહારીના ઋણસમાન કુટુંબનું પોષણ ઇત્યાદિ સર્વ વરતુઓને અનુભવ (વિચારદષ્ટિથી જેતા ) તને અસાર અને અશાશ્વત અનુભવાશે તેમજ પ્રારંભે મધુર હોઈ પરિણામે દાણુ જણાશે. અને છે પણ તેમજ, તો આ દુ:ખદાયી વિષયસુખને ત્યાગ કરવો તે તમને આત્મશ્રેય માટે યોગ્ય છે. સમદ્ર અનેક સરિતાઓના નીરથી પૂર્ણ થતો નથી. ગમે તેટલાં ઈધણુઓ હોમવામાં આવે તથાપિ અગ્નિ શાંત થતો નથી. તેમ આ વિષયોને અનેક વાર ઉપભોગ લીધે હોય તથાપિ આ જીવની તેનાથી તૃપ્તિ થતી નથી. તેનાથી શાંતિ મળતી નથી, પણ કોઈ વખત ' | 53o | Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trum