________________ સુદના / 52aa . કાળનો દોષ કેટલેક પ્રકારે દેખાય પણ છે. તથા સર્વથા આ કાળમાં લોકે ભ્રષ્ટ થયા છે, આ ધર્માદિ નથી જ તેમ તે ન જ કહીં શકાય, કેમકે ભવભયથી ભય પામનાર કેટલાએક જી આજ પણ પુત્ર, કલત્ર અને રાજ્યાદિ ઋદ્ધિને ત્યાગ કરી ચારિત્ર લે છે. કંદાગ્રહને મૂકી યથાશક્તિ આગમ પ્રમાણે શ્રત, ચારિત્રમાં પ્રયત્ન કરી રહ્યા છે. આજે પણ અંગીકાર કરેલ પ્રતિજ્ઞાને પાર પામનાર અનેક મહાપુરુષે જોવામાં આવે છે. તપથી શરીરને શેષનાર, સ્વલ્પ કષાયવાળા અને જિતેન્દ્રિય મુનિએ આજ પણ જોવામાં આવે છે. વ્રતસંપન્ન, છ જવનિકાયનું રક્ષણ કરનાર, દયાળ, ક્ષમાવાન, તપસ્વી, શિયળવાન, નિયમધારી, ઈત્યાદિ અનેક સદૂગુણસંપન્ન મહાત્માઓ દેખાય છે. કેવળ દુષમકાળને દોષ આપી, ધર્મમાં શિથિલ થવું ન જોઈએ આજ પણ ધર્મ જગતમાં વિજયવંત છે. વિશેષ એટલે છે કે મનુષ્યોએ પ્રથમ પિતાના આત્માની તુલના કરીને કોઈપણ સાહસ કરવું જોઈએ. બાકી ધર્મક્રિયાઓ તો છેવટમાં પાંચમા આરાને અંતે થનાર દુષસહસૂરિ પર્વત અનવચ્છિન્ન ચાલનાર છે. દુષમકાળમાં પણ સારી રીતે આચરણ કરેલા તપ, સંયમાદિથી એકાવતારીપણું પણ મેળવી શકાય છે. મહસેન! જો સારી રીતે વિચાર કરીશ તો જરૂર આ મનુષ્યનું બળ અને જીવિતવ્ય, Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus / પર