________________ સુદના પ૨૮ ચંચળતાએ પ્રવેશ કર્યો છે, કુલીનેમાં પણ કુશીલતાનો પ્રવેશ થયો છે. સારભૂત ફૂલ, ફળ, પલ્લવાળી વનસ્પતિ સ્વલ્પ દેખાય છે. વરસાદ જોઈએ તેવો વરસ નથી. અનાજ થોડું પાકે છે, વારંવાર દુષ્કાળ આવી પડે છે. લોકોમાં રોગોને વધારો થયો છે. આવો ભયંકર કલિકાળ આજકાલ વર્તાઈ રહ્યો છે. આ કલિકાળને અતિ જડતાવાળા વર્ષાકાળની શોભા દૂર કરનાર અને જડતાની વૃદ્ધિ કરનાર શિશિર ઋતુની, કે પ્રચંડકર કિરણોથી પ્રજાને સંતાપ કરનાર ગ્રીષ્મ ઋતુની, જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે, કેમકે વિનયહીન, નિલજજ, દુ:શીલ, ગુરુવર્ગને પ્રતિપક્ષી અને અન્યાયમાં તત્પર મનુષ્યોના માટી ભાગ આ કલિકાળમાં જણાય છે. આવા ભયંકર કલિકાળમાં ગુણોને સમુદાય ગળી જાય છે અને ધર્મબુદ્ધિને દૂર કરી લેકે પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. મહાવીર દેવના નિર્વાણને હજી થોડા જ વર્ષો થયાં છે. તેટલા વખતમાં આ વિષમ કાળની સ્થિતિમાં મહાન ફેરફાર થઈ ગયો છે. એટલું છતાં કેટલાએક ગ્ય છો. ન્યાયથી ઉત્પન્ન કરેલા દ્રવ્યને સથય કરનાર જોવામાં આવે છે. ન્યાયપાજિત દ્રવ્યમાંથી ભક્તિપૂર્વક જિનમંદિરો બંધાવે છે. સંસારથી ભય પામનારા જીવો શ્રેયાર્થે આજ પણ જિનબિંબ ભરાવે છે. વિવિધ પ્રકારે પૂજા, સ્નાત્ર, યાત્રા, મહેચ્છવાદિ તીર્થોન્નતિ કરે છે. મુનિઓને અનેક પ્રકારે દાન આપે છે. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak i528