________________ સુદના | N31 જાણે તે વિષયો ન મળ્યા હોય તેમ અતિ અભિલાષાથી નિર્લજજ થઈને વારંવાર તે તરફ મનુષ્ય પ્રવૃત્તિ કરે છે. હિતકારી વચને નહિ સાંભળનાર બહેરો જ છે, અકાર્યમાં આસક્ત પુરુષ દેખતાં છતાં જન્માંધ છે. જરૂરિયાતી પ્રસંગે મૌન પકડનાર મૂંગે છે. તેમજ ધર્મમાં ઉદ્યમ નહિ કરનાર પગે ચાલવા છતાં પાંગળા જ છે. કેમકે તે પિતાના ઈષ્ટ-સુખ દાયક સ્થળે પહોંચી શકવાનો નથી. મહસેન ! દુનિયાના વિષયોની અસારતા તેને બરાબર સમજાઈ હોય અને દુર્લભ માનવજિંદગીને સફળ કરી નિરંતરને માટે સુખી થવાની તારી પ્રબળ ઈચ્છા હોય તો, તારે ચારિત્ર ગ્રહણ કરવું યોગ્ય છે. ઇત્યાદિ વિવિધ પ્રકારે ચંડસેન મુનિની ધર્મદેશના સાંભળી જાતિસ્મરણધારણુંક મહસેન શી રાજા સંસારવાસથી વિરક્ત થયે. અને તે જ સદૂગુરુની સમીપે, તત્કાળ તેણે ચારિત્રને સ્વીકાર કર્યો. - નવીન મુનિને ઉત્સાહ પમાડવા અને ધર્મશિક્ષા આપવા ગુરુએ કહ્યું : મહાભાગ્ય ધન્ય છે તમને, મનુષ્યભવનું ઉત્તમ ફળ તમે ગ્રહણ કર્યું છે. આ શ્રમણધર્મમાં સાવધાનતાથી વર્તન કરવાનું છે. તેથી જ આત્મધર્મ પ્રગટ થશે. આ શ્રમણ ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે. અર્થાત્ આ ધર્મમાં આ પ્રમાણે તમારે વિશેષ પ્રકારે વર્નાન કરવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak 53 | IIII)