________________ સુદર્શના 525 સંસારચક્રમાં પરિભ્રમણ કરવું ન પડે તેવી રીતે આપ મારો ઉદ્ધાર કરો. નિષ્કારણ પરોપકારી મહાત્માઓ, આ દુનિયાના સર્વ જીવોના પરમ બંધ તુલ્ય છે. ગુરુશ્રીએ કહ્યું ભદ્ર! મેહધકારથી વ્યાકુળ નેત્રવાળા, કામાંધ મનુષ્ય માટે એવું કહ્યું અકાર્ય દુનિયામાં નથી કે તેઓ ન કરે? તેવા છો ખરેખર દયાપાત્ર છે. ઘન, નિબિડ, કઠિણ કર્મદેષરૂપ મજબૂત રજજુના પાશથી બંધાયેલા મનુષ્યો કઈ વખત પુત્રના પણ પુત્રપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્ર થાય છે. પુત્ર પિતા થાય છે. માતા સ્ત્રી થાય છે. સ્ત્રી માતા થાય છે. સ્ત્રી બેન થાય છે. પુત્રી થાય છે. પુત્રી સ્ત્રી થાય છે. મિત્ર શત્રુ થાય છે. શત્રુ મિત્ર થાય છે. વરી બંધુ થાય છે. બંધવ વૈરી થાય છે. નોકર રાજા થાય છે. રાજા નેકર થાય છે માટે હું રાજા ! વિષાદ નહિ કર. - અજ્ઞાનદોષથી આવું અકાર્ય મનુષ્યોથી થઈ જાય છે તેમાં કાંઈ નવાઈ નથી. હમણાં વળી કલિકાળની શરૂઆત થઈ ચૂકી છે. મનુષ્યના હૃદયે કલિકાળના કલંકપંકથી કલુષિત થયાં છે. અજ્ઞાન અંધકારથી વિવેકને આચ્છાદિત થયાં છે. જીવ મેહથી મોહિત થયા છે. દર્પરૂપ સર્ષથી ડાયેલા છે. મિથ્યાત્વરૂપ વિષમ વિષથી ઘેરાયેલા છે. ક્રોધાગ્નિથી બની રહ્યા છે. માનગિરિથી દબાયેલા છે. માયારૂપ વિષવલ્લીના પવનથી વિધુરિત થયા છે. ધનમાં આસક્તિરૂપ અતુચ્છ મૂચ્છમાં મુદ્રિત થયા છે. લોભ સમુદ્રમાં ડૂખ્યા છે. ક્રૂર કુગ્રહરૂપ ગ્રાહથી ગ્રસિત થયેલા છે. આપાતરમણીય P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Iષરપા