________________ સુદરના || 524 II જેની છબીને (ચિત્રપટ્ટને) દેખી તને સ્નેહ ઉત્પન્ન થયો હતો. અને જેની સાથે તારું લગ્ન થનાર હતું તે મહસેન તારો પૂર્વ જન્મને પુત્ર છે. તારું પાણિગ્રહણ કરવા આવતાં દૈવગે તેનું વહાણ ભાંગી ગયું છે અને તેથી હમણાં તે આ પહાડ ઉપર આવ્યો છે. તૃષાથી તેનું મુખ શોષાતું હતું. આ વાવમાંથી તેણે પાણી પીધું. તે અવસરે મંદિરની બહાર રહેલી તારી પાદુકા દેખી તેને વિચાર આવ્યો કે-આ પાદુકાન માલિક કોણ હશે? તેની શોધ કરવા માટે તે મંદિર પાસે આવ્યો. ત્યાં તારું રૂપ દેખી તે તારા પર વિશેષ માહિત થયો છે. હમણાં તે આપણે સંવાદ સાંભળતો અને તારું રૂપ જોતા આ કિકિલ્દી વૃક્ષાદિ લતાઓના આંતરે ગુસપણે ઊભો રહ્યો છે, તારી ઈચ્છા હોય તો તે તારા પૂર્વજન્મના પુત્રને જઈને દેખ યા મળીને શાંતિ પામ. ચંડવેગ ગુરુશ્રીએ કહેલું પિતાનું ચરિત્ર સાંભળી મેધની ધારાથી હણાયેલ એળ (એક જાતનો કીડ)ની માફક મહાનું લજજાથી પોતાનું મુખ નીચું રાખી, મહસેન ગુરુશ્રી પાસે આવ્યું અને ગુરુરાજના ચરણારવિંદમાં પડયો. ગુરુએ કહેલા પાછલા જન્મ સંબંધી ઉહાપોહ કરતાં તેને પૂર્વજન્મનું જ્ઞાન થયું. રાજા ઘણી નમ્રતાથી ગુરુને કહેવા લાગ્યો. હે પરમ ઉપગારી ! જ્ઞાનદિવાકર ! નિંદનિક કાર્ય સન્મુખ થયેલો, અને તેથી જ ભાવી દુર્ગતિમાં જઈ પડવાને હતો પણ તેવા પાપથી, આ પાપી જીવન આપે ઉદ્ધાર કર્યો છે. તો ફરી પણ વિશેષ ઉપગાર કરી, Ad Gunratnasuri.MS. Gun Gun Aaradhak I 524 ..