________________ સુદર્શના | 526 વિષયાભિલાષના આવર્તમાં પરિભ્રમણ કરે છે. દુષ્ટ અભિનિવેશ અને ફિલષ્ટ પરિણામમાં ખુંચ્યા છે. આવા રૌદ્ર કલિકાળમાં પ્રાણીઓ અકાર્ય તરફ પ્રવૃત્તિ કરે તે શું આશ્ચર્યજનક છે? અર્થાત્ નથી જ. સન્નિપાત જવરવાળાને દહીં, દૂધનું પાન અહિતકર છે પિત્ત જવરવાળાને અગ્નિ કે તાપનું સેવન અહિતકારી છે તેમ ઈન્દ્રિયજન્ય વિષયો આત્મહિતના ઈરછકને અહિતકારી છે. વિષયસુખ અતિવિરસ છે. પાયાની ખરજ માફક વર્તમાનકાળે સુખ આપે છે પણ તેનું પરિણામ દારુણ છે. કિંપાક તનાં ફળોની માફક વિષયસંગનું પરિણામ દુઃખમય જ આવે છે. સેંકડો ગમે ભવોની પરંપરામાં દુ:ખના હેતુરૂપ થાય છે માટે તેને ત્યાગ કરી આત્મગુણ પ્રગટ કરવો જોઈએ. મહસેન! વસા, માંસ, રુધિર, મૂત્ર, વિષ્ટા, શુક્ર અને દુર્ગધી મળાના સમુદાયથી આ શરીર ભરપૂર છે. ચર્મ અને હાડથી ભરેલું છે. સ્નાયુથી વીંટાયેલું છે. પ્રતિદિન શુશ્રુષા કરવાથી જ શોભા આપે છે. ચમારના કુંડ સરખા આ દેહમાંથી ખેળ અને રુધિરાદિ વહન થઈ રહ્યાં છે. આ જુગુપ્સનીય દેહમાં પણ મૂઢ મનુષ્યો રતિ પામે છે. એ કેટલું બધું શોચનીય છે? મનુષ્ય જેમાં ઉત્પન્ન થયા છે, જેનું પાન કરીને વૃદ્ધિ પામ્યા છે તેમાં જ પાછા આસક્ત બની રતિ કરે છે. અહો! કેટલું બધું શોચનીય! જીવોની આવી પ્રવૃત્તિ તે સાથે અવસર્પિણી કાળની શરૂઆત તે વિશેષ દુઃખનું કારણ છે. .Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak _THI 5 ' , , , પાઠ