________________ જ સુદર્શના 520 | ચંડવેગ ! તું ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલો છે. મહાસત્વવાનું છે. પુન્ય પાપને જાણનાર છે સંસારના સ્વભાવનો તને અનુભવ છે. જાતિસ્મરણજ્ઞાન તેને થએલું છે. પૂર્વ જન્મ સંબંધી સુખ-દુ:ખને તને અનુભવ છે, માટે કડવા વિપાક આપનાર ભવવાસને ત્યાગ કરી ઉત્તમ યા પ્રબળ સત્યવાનું મનુષ્યને લાયક ચારિત્ર ગ્રહણ કરવું તે તેને યોગ્ય છે. તેમ કરવાથી જ આ તારી માનવજિંદગી સફળ થશે. - ભગવાન મહાવીરદેવના ઉપદેશથી ચંડવેગ પ્રતિબોધ પામ્યો અને તરત જ વીર પરમાત્મા પાસે તેણે ચારિત્રને સ્વીકાર કર્યો. દેવી સદર્શના, પિતાના ભાઈને ચારિત્ર ગ્રહણ કરાવવારૂપ ઉત્તમ રીતે પ્રતિબંધ અપાવી, હર્ષ પામતી સપરિવાર ઈશાન દેવલોકમાં ગઈ. ચંડવેગ મુનિને વીર પરમાત્માએ ઉત્તમ શિક્ષ આપી. મહાનુભાવ! તમારે નિરંતર અપ્રમત્તપણે રહેવું. છ જવનિકાયના સર્વ જીવોનું સર્વ પ્રકારે રક્ષણ કરવું. ઉપયોગપૂર્વક સમિતિ, ગુપ્તિનું પાલન કરવું પડ્ઝની ધારની માફક તીષ્ણુ પાંચ મહાવ્રતોનું પાલન કરવું. નિરંતર જ્ઞાન, દર્શન, ચારિત્રમાં વૃદ્ધિ કરવી. સૂત્ર અર્થમાંથી સાર-તત્ત્વ ગ્રહણ કરવું. ધર્મમાર્ગમાં આત્મશક્તિ બિલકુલ ન છુપાવવી સત્તર પ્રકારે સંયમનું પાલન કરવું. અઢાર પ્રકારે સુવિશુદ્ધ બ્રહ્મચર્યગુપ્તિ ધારણ કરવી, દુઃસહ પરિષહા સહન કરવા, શરીરના નિર્વાહ અ બેંતાલીશ દોષરહિત આહાર લેવો. ગુરુકુળવાસમાં નિત્ય Ac. Gunratnasuri M.S: 1 1 520 . Jun Gun Aaradhak