________________ ખુદના 518 કેટલાએક મૂઢ પ્રાણીઓ વ્યંતર, ગ્રહ, ગોત્ર દેવતા અને પિતૃઓ વિગેરેનું તાર્ય, તાર્ય, બુદ્ધિથી કે સુખાદિ પ્રાપ્તિની આશાથી, પૂજન વિગેરે કરી સમ્યક્ત્વરત્ન હારી જાય છે. પોતાની શક્તિ છતાં શ્રી શ્રમણ સંઘને માથે આવેલાં દુઃખની ઉપેક્ષા કરવી નહિ. તેમ કરવાથી–ગુણીઓને મદદ કરવામાં શક્તિ ગોપવવાથી–સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અથવા નવીન ગુણ મેળવી શકાતો નથી. જે કુટુંબને માલિક મિથ્યાત્વ અંગીકાર કરે છે યા દુરાચરણમાં પ્રવૃત્તિ કરે છે. તે પિતાની નિશ્રામાં રહેલા પોતાના આખા વંશને સંસાર સમુદ્રમાં ફેંકી દેવાનું કરે છે. કારણ કે તેના વંશમાં ઉત્પન્ન થનારા મનુષ્યને મોટો ભાગ તેને પગલે પ્રાયે ચાલે છે. અગ્નિ, ઝેર અને સર્પાદિ ક્રર પ્રાણીઓ પણ તેવા દે કે તેવું નુકશાન નથી કરતાં કે જેવા દો નુકશાન કે દુ:ખ, મિથ્યાત્વના આદરવાથી મનુષ્યને અનુભવવાં પડે છે. મિથ્યાત્વથી મૂઢ થયેલા લોકે ચાર ગતિમાં છેદન, ભેદન, તાડન, તજનાદિ વિવિધ પ્રકારનાં દુઃખનો અનુભવ કરે છે. આ જ કારણે સમ્યકત્વરત્નની શુદ્ધિ માટે, સુગતિમાં પ્રતિકૂળ મિથ્યાત્વને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો. સમ્યકત્વ મોક્ષનું એક અંગ છે, એક અંગથી સંપૂર્ણ કાર્યસિદ્ધિ થતી નથી, માટે સમ્યકત્વ મેળવ્યા પછી સર્વ સંગના ત્યાગરૂપ ચારિત્ર યાને સર્વવિરતિ અંગીકાર કરવી જોઈએ. સર્વસંગત્યાગ કરવાથી જ સંપૂર્ણ કર્મને ત્યાગ બની શકે છે. સર્વસંગ-ત્યાગ મહાસત્વવાનું કવો જ કરી શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Iપાલા Jun Gun Aaradhak Trust