________________ સુદર્શના I 518 જીવને દેખી તેની પ્રશંસા કરવી. બનતા પ્રયત્ન તેમની અગવડતા દૂર કરી તેમના ધાર્મિક જીવનમાં સરલતા કરી આપવી. આમ કરીને તે તે ધાર્મિક કાર્યના ઉત્સાહમાં અન્યને વૃદ્ધિ કરી આપવી. આત્મધર્મથી પતિત થતાં જીવોને હિતોપદેશ આપી પાછા તેમને ઘર્મમાર્ગમાં સ્થિર કરવા. નહિ કે તેનાં છિદ્રો દેખી તેને ઘર્મથી ભ્રષ્ટ કરવા કે પોતે ધર્મથી ભ્રષ્ટ થવું. રાજીમતી જેવી સશીલ અબળાએ ચારિત્રથી ભ્રષ્ટ થતા–પતિત થતા રથનેમીને હિતોપદેશ આપી સ્થિર કર્યો હતો. આ પ્રમાણે ધર્મથી પતિત થતાનું રક્ષણ કરવું. વ્યવહારમાર્ગમાં સીદાતા, દુ:ખી થતા એક ધર્મ પાળનાર વિધર્મી બંધુઓને યોગ્ય રીતે આશ્રય આપી આગળ વધારવા. ભરત રાજાએ શ્રાવકોને મદદ આપી હતી. બાહુબલીએ પૂર્વજન્મમાં મુનિઓને મદદ કરી હતી. આ મદદ આપવાથી તેઓ, વપરકલ્યાણ કરી સુખી થયા હતા. આનું નામ સ્વામિવચ્છલ કહેવાય છે. શિયળના ઉત્કટ પ્રભાવથી સુભદ્રાએ શાસનની ઉન્નત્તિરૂપ પ્રભાવના કરી હતી. તેવી રીતે અન્ય કોઈપણ જ્ઞાનાદિ અદૂભુત ગુણથી ધર્મને પ્રભાવ વિતરિત કરો, તેથી અનેક જીવોને ધર્મની પ્રાપ્તિ થાય છે, પ્રભાવના ધર્મપ્રાપ્તિનું નિમિત્તકારણ છે. આ ગુણથી વિભૂષિત આત્માઓ સ્વલ્પ વખતમાં સંસારને પાર પામે છે. સમ્યકશ્રદ્ધાન નિશ્ચય કરવા માટે મિથ્યાત્વ પણ જાણવું જોઈએ. દોષ જાણ્યા સિવાય ગુણનો સંગ્રહ કેવી રીતે કરી શકાય? લાખ ભવો ભમતાં પણ જે દુ:ખે મેળવી શકાય તેવું નિર્માણ સમ્યકત્વ પામીને I518aa Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak *||H