________________ સુદર્શના - ૫૧ર | તે મંદિરમાં ગયા. એ અવસરે મંગળાચરણ બાલી, પુષ્પવૃષ્ટિ કરતાં દેવાંગનાઓએ દેવાધિદેવ આગળ ગંભીર અર્થની સ્તુતિવાળું ગાયન શરૂ કર્યું હતું. સાથે સાથે ભક્તિભાવની અધિકતાથી અમર વધુઓ નૃત્ય પણ કરતી હતી. તે પ્રસંગની પૂર્ણાહુતિ થવાના અવસરે તે સમુદાયમાંથી એક તરુણી ઊચ્ચ સ્વરે આ પ્રમાણે બોલવા લાગી. जा सुरसेलसहियकुलपव्वय गयणि तवेइ दिणवरो सूर, गहनखत्ततारागणसोहीओ नहि परिभमइ ससहरो / / ता सरयमियंकमुत्ताहलखीरोदहिजलुज्जल्ला, देवीसुदरिसणाइ सुरनारीहिं गिज्जउ कितिनिम्मला // 1 // કુલપર્વતની સાથે મેરૂપર્વત જ્યાં સુધી આ દુનિયા પર કાયમ છે, સૂર્ય આકાશતળમાં તપી રહ્યો છે. ગ્રહ, નક્ષત્ર અને તારાગણથી સુશોભિત ચંદ્ર આકાશમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી. શરદ ઋતુના ચંદ્ર સમાન, મુક્તાફળ (મોતી) સમાન, અથવા ક્ષીરસમુદ્રના જળસમાન દેવી સુદર્શનાની ઉજજવળ અને નિર્મળ કીર્તિનું સુરનારીઓ ગાન કરે. એ અવસરે પરના મનોભાવ જાણવામાં પ્રવીણતા ધરાવનારી, દેવી સુદર્શનાના સંકેત કરવાથી, અન્ય દેવી આ પ્રમાણે બોલવા લાગી— Ac. Gunratnasuri MS: Jun. Gun Aaradhak