________________ સુદર્શના 511 } આગળ મુનિશ્રીએ જે ધર્મોપદેશ આપ્યો હતો તે તેમને કહી સંભળાવતાં તથા સુદર્શનાના પૂર્વભવ સંબંધી ચરિત્રનું મરણ કરતાં આખા રાજકટુંબમાં વિશેષ પ્રકારે વિરક્તભાવ ઉત્પન્ન થ. આત્મસાધન કરવાને તૈયાર થયેલા સિંહલેશ્વરે ઘણી આજીજી કરી વસંતસેન નામના સર્વથી લધુ પુત્રને રાજ્યાભિષેક કર્યો, કારણ કે તે પણ પોતાની લધુ બેનનું ચરિત્ર સાંભળી વિરક્ત દશા પામ્યો હતો. પદ્મા નામની બીજી ધાવમાતાના પુત્રને સહાયક તરીકે સાંખ્યા અને માતાની માફક પન્ના ધાવમાતાને તે કુમારની પાસે મૂકીને ચંદ્રગુપ્ત (સિંહલદ્વીપના) રાજાએ રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી, કટુંબસહિત સદનાના નિમિત્તથી વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. તેઓ સર્વે ઉગ્ર તપશ્ચરણ કરતાં આ માનવદેહને ત્યાગ કરી દેવભૂમિમાં દેવપણે ઉત્પન્ન થયા. વસંતસેન સિંહલદ્વીપમાં રાજ્ય કરતો હતો. તેણે પણ અવસરે રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી ચારિત્ર લીધું, પણ ચારિત્રમાં દૂષણ લગાડી કાંઈક વિરાધના કરી, મરણ પામી ભુવનપતિદેવની નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયે. તે ભુવનપતિદેવનું આયુષ્ય પૂર્ણ કરી. આ જન્મમાં વૈતાઢ્ય પહાડની દક્ષિણશ્રેણિ ઉપર આવેલા ચંદ્રરથનગરમાં ચંડવેગ નામના વિદ્યાધર રાજપણે ઉત્પન્ન થશે. ઉત્તમ રૂપ, લક્ષણાદિ ધારણ કરતાં અનુક્રમે યૌવન–અવસ્થા પામ્યો. /પાના એક દિવસ ક્રીડા કરતાં કરતાં તે ભરૂચ્ચનગર તરફ જઈ ચડયો. ત્યાં રહેલા સમળીવિહાર ચયમાં કિન્નર, ગંધર્વ અને યક્ષ પ્રમુખની દેવીઓનું મધુર ગાન સાંભળી તે, P . Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak THE D