________________ સુદર્શના I 5to a ઉત્પન્ન થયા તેઓ દસ હજાર વર્ષ પર્યત આ દુનિયા ઉપર ધર્મબોધ આપી નિર્વાણ પામ્યા. તેમનું તીથી પાંચ લાખ વર્ષપર્યંત ચાલ્યું. એ અવસરે આ ભારત ભૂમિ ઉપર નેમનાથ બાવીસમા તીર્થાધિપતિ થયા. તેઓ એક હજાર વર્ષપર્યત ધર્મનું પ્રગટીકરણ કરી નિર્વાણ પામ્યા. તેમનું તીર્થ યા શાસન ત્યાસી હજાર અને સાડાસાતસો વર્ષપર્યંત ચાલ્યું. તે અવસરે આ ભૂમિ ઉપર પાર્શ્વનાથ તેવીસમા તીર્થકરને જન્મ થયે. તેઓએ સે વર્ષપર્યત આ ભૂમિ પર રહી અનેક જીવને પ્રતિબધી મોક્ષગમન કર્યું. તેમનું શાસન અઢીસો વર્ષપર્યંત ચાલ્યું. ત્યાર પછી બહોતેર વર્ષના આયુષ્ય પ્રમાણવાળા મહાવીરદેવને જન્મ થયો. જેઓ હમણા ભવ્ય જીવોને ધર્મોપદેશ આપી નિર્વાણ પામ્યા છે. તે સમળીવિહારને બનાવ્યા હમણાં કાંઈક ઊણું બાર લાખ વર્ષ થવા આવ્યાં છે અર્થાત્ (11,94,972) વર્ષ થયાં છે. આજે પણ તે પવિત્ર તીર્થમાં મુનિઓ નિર્વાણપદનું સાધન કરે છે. આ અવસર્પિણીકાળમાં પણ તીર્થનો મહિમા દેવ કરી રહ્યા છે. સાંપ્રતકાળમાં શ્રીમાન મહાવીરદેવ હમણાં નિર્વાણ પામ્યા છે. છેલ્લા તીર્થાધિપતિનું શાસન અત્યારે પ્રવર્તી રહ્યું છે. પ્રસંગોપાત આટલી હકીકત જણાવ્યા યહી, અહીં મારું આગમન કયાંથી થયું છે? તે વિશે હવે હું તમને જણાવું છું. ભદ્રે ! રાજકુમારી સુદશના માતા-પિતાને નમસ્કાર કરી; સિંહલદ્વીપથી જ્યારે ભરૂચ્ચમાં આવી, ત્યાર પછી તેની ધાવમાતા કમલા ભરૂચ્ચથી પાછી સિંહલદ્વીપમાં આવી ત્યારે સુદર્શના Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak | Non