________________ સુના વિગે તેનું શરીર બળવા લાગ્યું. રાજવૈભવ આકરા થઈ પડયા. એક ઘડી પણ તે સ્થળે રહેવું તે તેને અસહ્ય દુઃખ સમાન લાગતું હતું. શાણી શીલવતીએ તરત જ સર્વ સંગને ત્યાગ કરી ગુરુશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ગુરુશ્રીએ દીક્ષિત કરી પ્રવર્તની સાધ્વીને સંપી. તેમની સાથે વિહાર કરતાં સિદ્ધાંતનું પઠન અને વિવિધ પ્રકારે તપશ્ચરણ કરવા લાગી. સમળી વિહાર ઉપરના મહાનું ભક્તિરાગથી પ્રાયે તે ભરૂચ શહેરની આજુબાજુના વિભાગોમાંજ વિહાર કરતી હતી. કેટલાક વખત પર્યત નિર્દોષ ચારિત્રવાળી, વિવિધ પ્રકારના તપ તપી છેવટે તેણે સુદશના ભાગ લીધો. અર્થાત અણુસણ ગ્રહણ કર્યું, શુભભાવે અણુસણ પાળી, સમાધિ મહધિક દેવીપણે ઉત્પન્ન થઈ. પૂર્વ સંગતવાળાં તેઓ બને ત્યાં, અવિયોગીપણે દેવસુખને અનુભવ કરવા લાગ્યાં. મોક્ષાર્થી મનુષ્યને દેવભૂમિમાં જઈ વસવું તે, લાંબે રસ્તે પંથ કરનાર મનુષ્યને રસ્તે ચાલતાં ધર્મશાળામાં વિશ્રાંતિ લેવા બેસવા બબર છે. દેવભવને, કાર્યસિદ્ધિરૂપે તેઓ માનતા શરે 5 5os | નથી. જેને આત્મિક સુખનો અનુભવ મેળવે છે, સત્ય સુખ જ જોઈએ છે. જન્મ મરણને દૂર કરવાં છે તે મહાનુભાવો, દેવલોકમાં પણ તદ્દન પ્રમાદી, આળસુ કે વિષય સુખના લાલચુ બનતા નથી. તે સુખમાં આસક્ત થવાથી તેઓને અધ:પાત થાય છે. સમ્યજ્ઞાન નષ્ટ થાય છે P.P. Ac. Sunratnasun MS Jun Gun Aaradhak Trust