________________ સુદર્શના 1 508 } { અને ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આ જ કારણથી જાગૃત સ્થિતિવાળી અને સંસાર સખની વિષમતાના અનુભવવાળી તે બન્ને દેવીઓએ, દેવભવમાં પણ પિતાનું અગ્રગમનવાળું પ્રયાણ યથાયોગ્ય ચાલુ જ રાખ્યું હતું. અવિરતિના ઉદયથી અને દેવગતિના સ્વભાવથી તેઓ ત્યાં ચારિત્ર લઈ શકે તેમ તો ન હતું તથાપિ શુભક્રિયાઓ કે, જેનાથી આગામીકાળે જે રસ્તામાં પ્રવેશ કરવાનું છે તે રસ્તો નિષ્કટક થઈ સખાળો થાય તે તેઓને સ્વાધીન હતી. એટલે તે રસ્તો તે બન્ને દેવીઓએ તરત જ સ્વીકારી લીધો હતો. | દેવભવમાં તેઓએ પિતાને ચાલુ ક્રમ આ પ્રમાણે રાખ્યો હતો. કદાચિત તેઓ સપરિવાર નંદીશ્વરદ્વીપે જતાં હતાં. જ્યાં અનેક શાશ્વત જિનમંદિરે છે ત્યાં જઈ અષ્ટાદ્દિકા મહોચ્છવ કરતાં હતાં કોઈ વખત વિદેહમાં વિચરતા શ્રીમાનું સીમંધરસ્વામી પાસે ધર્મદેશના સાંભળવા જતાં હતાં. કઈ વખત તીર્થકરોનાં જન્મ કલ્યાણક, કેવળ જ્ઞાનકલ્યાણક કે નિર્વાણ કલ્યાણક વિગેરે સ્થળે જતાં હતાં. અને ભરૂચ્છમાં તો અનેક વખત સમળીવિહારમાં મુનિસુવ્રતસ્વામીને વંદના કરવા આવતાં હતાં. ત્યાં આવી સર્વ ઋદ્ધિથી ભરપૂર, કલ્પવૃક્ષાદિનાં ઉત્તમ પુષ્પોની માલાદિકથી જિનેશ્વરની પૂજા કરી, ભક્તિભાવથી નૃત્ય કરતા મધુર અને મનહર શબ્દો વડે ગાયન-૨તુતિપૂર્વક ગુણગ્રામ કરતાં હતાં. ઈત્યાદિ દેવ, ગુરુનું પૂજન, ભક્તિ, ધર્મશ્રવણુ અને પરોપકારાદિ કર્તાવ્યમાં તપુર થયેલી બન્ને દેવીઓ આનંદમાં દિવસે પસાર કરતી હતી. Ac. Gunratnasur; M.S. Jun Gun Aaradhak