________________ સુદર્શના 506 | E ત્યાગ કર્યો. ટૂંકમાં કહીએ તો જાણતાં કે અજાણતાં બનેલાં પાપને પશ્ચાત્તાપ, નિંદા, ગહ વિગેરે કરી, ફરી ન થાય તે માટે દઢતા કરી, આત્માને સમભાવમાં રસ્થાપિત કર્યો. આ પ્રમાણે આત્મભાવમાં જાગૃત થયેલી રાજપુત્રી સુદર્શનાએ. ફાગણ સુદ પૂર્ણિમાને દિવસે અણુસણ અંગીકાર કર્યું. ઉનાળાની શરૂઆત તે વખતથી જ થઈ ચૂકી હતી. દુર્જનની માફક સૂર્યનાં કિરણો અધિક તાપ આપતાં હતાં. ક્રૂર સ્વભાવના રાજાની માફક સૂર્યને સ્વભાવ આ વખતે વિશેષ દુ:સહ હતો. ભઠ્ઠીના અગ્નિની માફક લુની ગરમ જવાળાઓ દુનિયા પર ફેલાતી હતી. છતાં જિનવચનરૂપ શીતળ ગશીર્ષ ચંદનથી સિંચન કરતી સદના, અણસણને અમૃતના પાન સમાન માનતી હતી. સુદર્શના પર અધિક રહવાળી, તેની માતાને ઠેકાણે ગણાતી શીળવતી પણ નિરંતર તેની પાસે જ બેસીને મધુર સ્વરે અમૃતની માફક સિદ્ધાંત શ્રવણું કરાવતી હતી. અને વારંવાર આત્મભાવમાં તથા ધર્મધ્યાનમાં જાગૃત રહેવાને પ્રેરણા કરતી હતી. સુદર્શના પણ વૃદ્ધિ પામતા | સંવેગે પંચપરમેષ્ટિ મહામંત્રનું સ્મરણ કરતાં વિશાખ શુકલ પંચમીને દિવસે આ માનવ દેહને ત્યાગ કરી, નિત્ય ઓચ્છવ સરખા ઈશાન દેવલોકમાં, મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થઈ જ્યાં અમર અપ્સરાઓથી ઘેરાયેલી તેની દેવ-દેવીઓ સ્તુતિ કરતાં હતાં. સુદીનાના મરણ પછી શીળવતીને ઘણું લાગ્યું. લાંબા વખતના ધાર્મિક સહવાસીના | 506 || Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak TB