________________ સુદર્શના A Noળ્યા સિદ્ધ ભગવાનનું શરણું. 2 પુન્ય, પાપાદિ સર્વને અનિત્ય જાણી, તેઓને ક્ષય કરી જેઓએ અનંતજ્ઞાનમય પરમપદ પ્રાપ્ત કર્યું છે તે સિદ્ધ પરમાત્માઓ મને શરણુભૂત થાઓ. સાધુનું શરણ. 3, ઉત્તમ જ્ઞાનનો અભ્યાસ કરનાર, પવિત્ર ક્રિયાનું પાલન કરનાર, સમિતિ-ગુણિરૂપ સંયમમાં પ્રયત્ન કરનાર અને શત્રુ- મિમાં સમદષ્ટિ રાખનાર મહામુનિઓનું મને શરણ હો. ધર્મનું શરણ. 4, પાંચ આસ્રવ (પાપને આવવાના રસ્તાઓ)ને નિરોધ, પાંચ ઇંદ્રિયોને નિગ્રહ અને ચાર પ્રકારના કષાયને વિજય કરવાની આજ્ઞાવાળા કેવળજ્ઞાની કથિત ધર્મનું મને શરણ થાઓ. રાજકુમારી સુદર્શન આ પ્રમાણે ચાર શરણ ગ્રહણ કરી, ઉત્તમ કર્તવ્યનું અનુમોદન કરવા લાગી. પ્રથમ તેણે આ જિંદગીની અંદર પિતાથી બનેલા અનેક ધાર્મિક કર્તવ્યનું સ્મરણ કર્યું. પછી તે તે ઉત્તમ કાર્યમાં વ્યતીત થયેલા પોતાના વખતન, મન, વચન, શરીરને અને દ્રવ્યનો સદૂઉગ થયે છે તેમ માની, પિતાને કૃતાર્થ માનતી તેની અનુમોદના કરવા લાગી. તેમજ આ જિંદગીની અંદર પિતાનું કાંઈપણ અકાર્ય–કે કઈ જીવને નુકસાન કે દુ:ખી કરવા રૂપ કાંઈપણુ પાપ બન્યું હતું તેને યાદ કરી તેને પ્રશ્ચાત્તાપ કર્યો. અઢાર પાપસ્થાનકને IIo P.P.A. Gunratrasuri M.S. Jun Gun Aaradhak E