________________ સુદશના 494 | ઇત્યાદિ કર્તવ્યોથી સંપૂર્ણ જિનમંદિર બંધાવી-બનાવી તેમાં નીચે પ્રમાણે પ્રશસ્તિ લખવામાં આવી. પરમ ભક્તિથી નમન કરતાં ઈન્દ્રાદિ દેવોના મુગટના મણિઓથી જેના ચરણો સંઘટિત થઈ રહ્યા છે તથા ભક્તિરસના આવેશમાં દેવેંદ્રો જેઓની વિવિધ ભંગીથી સ્તુતિ કરી રહ્યા છે તે શ્રીમાનું મુનિસુવ્રતસ્વામી તીર્થાધિપતિ તમારું રક્ષણ કરે. મેક્ષનગરના દ્વાર ખોલવામાં મદદ કરનાર આ શકુનિકાવિહાર (સમળી મંદિર ) સર્વ સ્થળે પ્રસિદ્ધિ પામેલું અને વંદનીય છે. જિનેશ્વરના વચનામૃતની દેએ પણ અનેકવાર સ્તુતિ કરી છે. તે મહાપ્રભુની વાણી અમને શ્રુતજ્ઞાનરૂપ દિવ્ય નેત્રો આપે. એક, બે, ત્રણ, ચાર પાંચ કે છ ખંડના અધિપતિ રાજા, મહારાજાએ અથવા એકાદિ ગામના અધિપતિ ઠાકોરે તમે મારું વચન સાંભળે. હે કુતપુન્યો! પરોપકાર પ્રવીણો ! કુલીને ! ભવભયથી ભય પામેલાઓ ! હું તમને એક વિજ્ઞપ્તિ કરું છું કે, કમળિનીના પત્ર ઉપર રહેલા જળબિંદની માફક જીવિતવ્યને ચપળ જાણી અથવા શરદ ઋતુના અશ્વપટળાની માફક સંપત્તિને ક્ષણભંગુર જાણી તમે જિનધર્મ કરવામાં સાવધાન થાઓ. હું સિંહલદ્વીપના અધિપતિ શ્રીમાનું શિલામે નરાધિપતિની પુત્રી કુમારી સુદર્શના છું. મને પૂર્વ પાછલા જન્મનું જ્ઞાન થયું છે. તેનાથી પૂર્વ જન્મમાં વિવિધ પ્રકારના અનુભવેલાં દુઃખનું સ્મરણ મને થયું છે. તે જોઈને હું સંસારવાસથી વિરકત બની છું. મારા પૂજ્ય પિતાની Jun Gun Aaradnak તા.