________________ સુદર્શન ir ; આજ્ઞા લઈને મારા પૂર્વ જન્મના નિવાસવાળા ભરૂયચ્ચ શહેરમાં આવીને આ જિનાયતન– જિનમંદિર મેં બંધાવ્યું છે. શ્રીમાનું લાટદેશાધિપતિ સમુદ્રના કિનારા પર્યત અને નર્મદા નદીના તટ ઉપર જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. તેના કલ્યાણકારી વિજ્યવાનું રાજ્યમાં મેં આ મંદિર બંધાવ્યું છે. તે રાજાએ જ મને સ્વધમી જાણીને એક દિવસમાં અશ્વ અને હાથી જેટલી જમીન ઉપર દોડીને જઈ શકે તેટલી જમીન બક્ષીશ તરીકે આપી છે. તે પ્રામાદિકનો ઉપયોગ હું આ પ્રમાણે કરું છું. શ્રીમાન મુનિસુવ્રતસ્વામી અધિષ્ટિત આ શકુનિકાવિહારના નિભાવ અને રક્ષણ અર્થે, તેમજ મારા બનાવેલાં દરેક દાનશાળાદિ ખાતાઓના નિભાવ અને રક્ષણાથે આઠ ગ્રામ, આઠ બંદર અને આઠ કિલ્લાવાળા ગામોની ઉપજ હું સોપું છું. તેની મર્યાદા પૂર્વદિશા તરફ ઘોટ કાંધપુર પર્વત છે. અને દક્ષિણ દિશા તરફ હસ્તીમુંડકપુર સુધી છે. આ સર્વે હું અર્પણ કરી દઉં છું તે પ્રમાણે પાલન કરજે, આ પૃથ્વી પર અનેક રાજાઓ થઈ ગયા છે અને હજી પણ થશે. આ પૃથ્વી કેઈની સાથે ગઈ નથી અને જવાની પણ નથી. આ ધરાધીશપણું લક્ષ્મી અને જીવિતવ્ય સર્વ ચપળ છે. કીનિ અમર છે. આ અસાર શરીરથી પોપકાર કરે તે જ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે ભક્તિથી બનાવેલા શકુનિકાવિહારમાં સુદર્શનાએ શિલાલેખ બનાવરાવી Jun Gun Aaradhak Trus Ac Gunratnasun MA