________________ મુશના 18 આગળ વગાડાતા વાજીંત્રના શબ્દો જાણે રાજકુમારીના જયને પડહ દુનિયામાં વાગતે હોય તેમ કવિઓ અનુમાન કરતાં હતાં. સદર્શનાએ જિનેશ્વરની આગળ ગીત, નૃત્યાદિ ભક્તિ કરવા માટે, રતિના રૂપને જીતે તેવી સ્વરૂપમાન સ્ત્રીઓની સઠ કળાને જાણનારી, નવ પ્રકારના રસથી પુલકિત અંગવાળી અને ધન, કનકાદિ સમૃદ્ધિ પાત્ર અનેક વિલાસણીઓ પોતાની પાસે રાખી. રાજકુમારીએ, દુઃખિયાં, દુઃસ્થિત મનુષ્યો માટે અનેક પ્રકારનાં ભોજનની સામગ્રીવાળી અનેક દાનશાળાઓ ચાલુ કરી. સ્વધર્મીઓ માટે દાનશાળા, ઔષધશાળા અને ધર્મશાળાઓ બંધાવી. મુનિઓને ભક્તિપૂર્વક નિર્દોષ આહાર, સુપાત્ર બુદ્ધિથી પોતાને હાથે આપવા લાગી. ત્રણ જગતમાં સારભૂત અંગોપાંગાદિ તત્ત્વનાં અનેક પુસ્તકો ભક્તિથી લખાવ્યાં. આ પ્રમાણે વિવેકવાળી સુદર્શનાએ પોતાના દ્રવ્યને સાતે ક્ષેત્રમાં અખંડ પરિણામે છૂટથી વ્યય કર્યો. અશેક, બકુલ, ચંપક, પાડલ અને મંદારાદિ વૃક્ષોની ઘટાવાળું અને સર્વ ઋતુઓનાં પુષ્પવાળું એક સુંદર ઉદ્યાન જિનાયતનને માટે આપ્યું. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust