________________ મુદના કસ્તૂરી એ આદિના દવે (રસે) કરી તે પ્રભુના શરીરે વિલેપન કર્યું. રાજપુત્રી એ ઈન્દ્રનીલ, વૈર્ય અને મરત રત્નની માફક નીલો, ઉજજવળ ચંદ્રની માફક દીપતો સુંદર મુગટ મુનિસુવ્રત સ્વામીના મસ્તક પર ચડાવ્યું. અંધકારને દૂર કરનાર વિવિધ પ્રકારના રત્નના કિરણવાળું તિલક ભગવાનના ભાસ્થળ પર સ્થાપિત કર્યું. મેરુપર્વતના પૂર્વ, પશ્ચિમ ભાગ પર રહેલા ચંદ્ર-સૂર્યની માફક પ્રકાશ કરતાં માણિકય જડેલાં કુંડળો જિનેશ્વરના કપોલ મૂલ આગળ સ્થાપવામાં આવ્યાં. જગતગુરુની નિર્મળ કીર્તિના કંદની માફક ઉજજવળ મોતીઓને હાર વિશાળ હૃદયપદ પર પહેરાવવામાં આવ્યો. સકળ જગજંતુઓનું હિત કરનાર જિનેશ્વરના વક્ષસ્થળમાં રાજપુત્રીએ સ્થાપન કરેલું શ્રીવચ્છ પુન્યના પુજની માફક શોભતું હતું. ત્રણ ભુવનના રૂપને જીતનાર ભુવનનાથના બાહુ યુગલ ઉપર રાજકુમારીએ સ્થાપન કરેલ કેયૂર યુગલ સુર, નરના પ્રત્યક્ષ સુખની માફક શોભતું હતું. મંદાર, બકુલ, ચંપક, પાડળ, મચકુંદ, સતપત્ર, કુંદ, માલતી. ગુલાબ, મોગરે, જાઈ. જુઈ, કેતકી, પ્રમુખનાં સુગંધી પુષ્પની માલા, પ્રભુના કંઠસ્થળમાં આજેપણ કરી. આ પ્રમાણે રાજકુમારી તે પ્રભુની ત્રિકાળ પૂજા કરવા લાગી. જિનેશ્વરની આગળ ધૂપ નિમિત્તે બળતા અગર, કપૂરાદિ, તેમાંથી નીકળતો ધૂમ તે જાણે રાજપુત્રીને પાપ પુંજ બાળતો હોય તેમ જણાતો હતો.' કંસાલ, કાહલ, મૃદંગ, ઝાલર, ભંભા, માદળ, પણવ, શંખ, નંદી વગેરે જિનેશ્વર Ac Gunratnasun M.S. Jun Gun Aaradhak