________________ સુદર્શના ઉપયોગી વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી હતી. તેમજ સર્વ ઔષધ્યાદિ વરસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પ્રતિષ્ટાપન મછવ પ્રસંગે શુદ્ધ જાતિ કુળમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મચારી, સંપૂર્ણ વેત વસ્ત્ર ધારણ કરવાવાળા જિનદર્શનમાં કુશળ ઉત્તમ બત્રીશ શ્રાવકોને ઇન્દ્ર બનાવવામાં આવ્યાં હતાં. ઉત્તમ શણગારવાળી કુલીન સુવાસણ આઠ સ્ત્રીઓના મસ્તક ઉપર સુવર્ણ કળશ સ્થાપન કરી મંગલિક શબ્દ બોલતી ઊભી રાખવામાં આવી હતી. સ્તુતિપ્રદાન (સ્તુતિ કરવી) મંત્રન્યાસ જિનાદિનું આહ્વાહન દિગબંધન નેત્રઉમિલન (અંજન સલાકા) અને દેશના આ અધિકાર ગુરૂવર્ગને છે તે પ્રમાણે ઉત્તમ લગ્ન આવતાં જ ગુરુશ્રીએ પિતાનું કાર્ય શરૂ કર્યું. આ પ્રતિષ્ઠાના અવસરે ગાંધર્વો મધુર સ્વરે જિનગુણનું ગાન કરી રહ્યા હતા. વિવિધ પ્રકારનાં વાજીંત્ર વાગી રહ્યાં હતાં. સુરવધુની માફક સુંદર રમણીઓ નૃત્ય કરી રહી હતી. જય જય શબ્દને ગંભીર છેષ થઈ રહ્યો હતો અનેક પ્રકારે દાન અપાતું હતું. આવો મહાનું મહોત્સવપૂર્વક રાજકુમારી સુદર્શનાએ સદ્દગુરુ પાસે મુનિસુવ્રત સ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠાનું કાર્ય પૂર્ણ થતાં. વિધિપૂર્વક સ્નાન કરી સુદર્શનાએ મુનિસુવ્રતસ્વામીની પુષ્પ, આભરણું, વસ્ત્ર, બળી (નવેદ) અને સ્તુતિ આદિ પાંચ પ્રકારે પૂજા કરી. સુગંધી બાવનાચંદન, કેશર, થી Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri MS