________________ સુદર્શના જે 49o || | તે મંદિરમાં બિરાજમાન કરવા માટે વીશ ધનુષ્ય પ્રમાણની ( આ ધનુષ્ય માપની સંજ્ઞા અત્યારના મનુષ્યના શરીર પ્રમાણે ગણવામાં આવી છે. નહિતર પિતાની અપેક્ષાએ તે સાડા ત્રણ હાથ જેટલું શરીર ગણી શકાય) મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા મરકત રત્નમય બનાવવામાં આવી હતી. તે પ્રતિમાનાં નેત્ર કમલદલ જેવાં મનેહર શોભતાં હતાં. અષ્ટમીના ચંદ્રની માફક વિશાળ ભાળસ્થળ શોભી રહ્યું હતું. પકવ બિંબ જેવા ઓષ્ઠ પુટ, સરલ નાસિકા, સૌમ્ય મુદ્રા અને પૂર્ણ ચંદ્ર જેવું મુખકમળ શોભા આપતું હતું. પ્રતિમાજીના અંગની કાંતિ અદૂભુત હતી. પદ્માસને બેઠેલ સ્થિતિમાં તે આકૃતિ હતી. દષ્ટિયુગ્મ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિત હતું જગતજીવોના સંતાપને નાશ કરનાર, વીતરાગમુદ્રાસૂચક, શુદ્ધ આત્મસ્થિતિનું ભાન કરાવનારી તે મૂર્તિ હતી. | મુખ્ય મંદિરની ચારે બાજુ ચવીશ તીર્થકરોના ચાવીશ મંદિર બાંધવામાં આવ્યાં હતાં. ઉચિત પ્રમાણુવાળી, તીર્થકરોના જુદા જુદા વર્ણ અનુસાર તેમાં પ્રતિમાજીઓ સ્થાપન કરવામાં આવી હતી. તે મંદિરની પ્રતિષ્ઠા કરવાના અવસરે ચતુર્વિધ સંઘને નિમંત્રણ કરવામાં આવી હતી. દશ દિવસપર્યત જિતશત્રુ રાજાએ પોતાના સર્વ દેશમાં અમારી પહડ વજાવ્યો હતે. નાની પ્રકારનાં ભણ્યભેજન ખાદ્ય, બલી, પુષ્પ, ફળ, અક્ષત અને જવ આદિ પ્રતિષ્ઠાપન વિધિમાં Jun Gun Aaradhak Trust 20 PIA Gunratrasur M.S.