________________ રાજકુમારીના સમ્યકત્વની માફક તે તળિયાંનો ભાગ મજબૂત અને થિર હતો. તે તળિયાંની જમીન એક ગાઉ જેટલા વિસ્તારમાં રોકવામાં તથા બાંધવામાં આવી હતી, તે મંદિર સાત મજલાનું બાંધવામાં આવ્યું હતું. મંદિરની ચારે બાજુ ફરતો કિલ્લો બાંધી લેવામાં આવ્યો હતો, સુદના કેસ આ કિલ્લામાં રફાટિકની શિલાઓ નાખવામાં આવી હતી. ઉત્તરની સન્મુખ સુવર્ણનું તોરણ કરવામાં આવ્યું હતું. સોનાના પાટા (ચોપ) અને મણિ રત્ન જડેલાં તે મંદિરનાં દ્વારા 489 બનાવવામાં આવ્યાં હતાં. તે દ્વારા લોઢાની મજબૂત અર્ગલાઓ (ભેગળો)થી સંયમિત કરવામાં આવ્યાં હતાં. મંદિરના પગથીઆઓમાં પણ સુવર્ણ મણિ અને રત્નો જડવામાં આવ્યાં હતાં. રત્નજડિત સુવર્ણમય સંખ્યાબંધ સ્થંભે તે મંદિર ટેકાવવા માટે મૂકવામાં આવ્યાં હતાં. રૂપ, સૌભાગ્યના ગર્વને ધારણ કરતી સાલભંજીકાઓ (પૂતલીઓ) તે સ્થંભ ઉપર ગોઠવવામાં આવી હતી. આકાશના માર્ગમાં આવી ઊભેલાં તે મંદિરના શિખરમાં ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિરત્ન જડવામાં આવ્યાં હતાં. તેની પ્રભાથી સૂર્ય—ચંદ્રની પ્રજાને પરાભવ થતો હોય તેમ જણાતું હતું. શિખરના અગ્ર ભાગ ઉપર રત્નજડિત સુવર્ણ કળશ સ્થાપવામાં આવ્યો હતો. સુવર્ણના દંડવાળે વેત ધ્વજપષ્ટ (ધ્વજાદંડ) શિખર ઉપર ફરકતો, ઉલ્લાસ પામતો-દુનિયાની બીજીઅન્ય મનહરતાને નિષેધ કરતો હોય નહિ તેમ ભાસ આપતે. ટૂંકમાં કહીએ તો શાક્ષાત દેવવિમાન હોય નહિ તેવું જિનમંદિર તૈયાર થયું, Ad Gunratnasur M.S. I489o Jun Gun Aaradhak TIAST