________________ સુદર્શન 488 જીવોને દાન આપવા માંડયું. સંધની પૂજા કરવા માંડી. વ્યાધિથી વિધુર મનુષ્યને ઔષધ આપવા માંડયા. પોતાની માલિકીવાળાં ગામોમાં અમારી પડહ વગડા અને ધર્મને યોગ્ય જીવોને જોઈતી મદદ આપવી શરૂ કરી. કારીગરોને વિવિધ પ્રકારના ભક્ષ્ય, તંબોળ, પુષ્પ અને વસ્ત્રાદિ આપવા લાગી અને તેના ઉત્સાહમાં વધારો થાય તે માટે તેમના યોગ્ય કાર્યની પ્રશંસા કરી શાસ્ત્રમાં કહ્યું છે કે धम्मकज्जे निबद्धमुल्लस्स तह विसेसेण।। अहिययरं दायव्वं जेण पसंसेइ सव्वोवि // 1 // ધર્મકાર્યમાં કામ કરનારાઓને જે મૂલ્ય આપવાને ઠરાવ કરવામાં આવ્યો હોય તે મલ્યથી પણ વિશેષ પ્રકારે વધારે ધન તેઓને આપવું તેમ કરવાથી તેઓ સર્વે પણ અથવા અન્ય સર્વ મનુષ્યો તે કાર્યની પ્રશંસા કરે. ધર્મની પ્રશંસા કરાવવી તે પણ એક જાતને ધર્મ છે યા ધર્મનું કારણ છે. પ્રશંસા ધર્મ કોઈએ કયારે પણ કોઈ પ્રકારે દૂષિત ન કરવો. જ્યાં આવી ભાવદયા છે ત્યાં શાશ્વત સુખ રહેલું છે. ( આ પ્રમાણે અનેક કારીગરોથી તૈયાર થતું મંદિર મહાન્ ઊંચાશિખરો સહિત છ માસમાં તૈયાર થયું. આ મંદિરનાં તળિયા ભાગ સ્ફટિકની શિલાઓથી બાંધવામાં આવ્યા હતા, 488 Ac. Gunratnasur MS. Jun Gun Aaradhak The