________________ ઇદના 487 શહેરના લોકોને સત્કાર કર્યો. સૂત્રધાર (કારીગર)ની દ્રવ્ય અપર્ણરૂપ દ્રવ્યપૂજા કરી. વિનયથી તે કારીગરોને રાજકુમારીએ અભ્યર્થના કરી કે–આ મારી લક્ષ્મી તમને સ્વાધીન કરું છું. તમારી ઉત્તમ કારીગરીને અને તમારા ડહાપણને ઉપયોગ કરી તમારે એવું સુંદર જિનમંદિર બાંધવું, બનાવવું કે તેને દેખીને દેવે પણ તેના ગુણકીતન કરવામાં તત્પર થાય. જૈન વિધિમાં નિપુણ આ ઋષભદત્ત શ્રાવક તને સહાયક તરીકે સોંપું છું કેમકે સહાયક સિવાય સમીહિત કાર્ય થતું નથી. શ્રેષ્ઠી ઋષભદત્તને સદશનાએ જણાવ્યું. ભદ્ર! તમે જેનધર્મમાં નિપુણ છે, તે પણ અંત:કરણની લાગણીથી ફરીને હું તમને કહું છું કે-જે પ્રમાણે જે વિધિએ ગુરુશ્રીએ જિનમંદિર બંધાવવાનું કહ્યું હતું તે જ વિધિ પ્રમાણે યતનાપૂર્વક આ મંદિર બંધાવજે. તેમાં જરા પણ ફેરફાર ન થાય તેને માટે જોઈતા દ્રવ્યની આપણી પાસે કાંઈ ઓછાશ નથી. ઋષભદત્ત તથા સૂત્રધારે વિનયપૂર્વક તેનાં વચને અંગીકાર કર્યો. સુદર્શનાને આદેશ મળતાં જ ઋષભદત્ત કારીગરોને સાથે લઈ સમવસરણની ભૂમિ તરફ ગયે. મંદિર બંધાવવાની ભૂમિને નિર્ણય કરી નિમિત્ત અને પરીક્ષાપૂર્વક, ઉત્તમ મુહુર્ત શુદ્ધ ભૂમિ ઉપર સૂત્રધારે જિનમંદિરના પ્રારંભ કર્યો. જિનમંદિર બાંધવાની શરૂઆત થઈ તે દિવસથી સદર્શનાએ ત્યાં રહેલા જિનમંદિરમાં વિશેષ પ્રકારે સ્નાત્ર, પૂજા વિગેરે માંગલિક કર્તવ્ય કરવા-કરાવવાં શરૂ કર્યો. દીન દુ:ખિયા ll48ell P.P. Ac Gunratnasuri M.S' Jun Gun Aaradhak Trust