________________ સુદર્શન / 31 છું. આ પ્રમાણે જણાવી તે મુનિની સન્મુખ વિશુદ્ધ ભૂમિ ઉપર બેઠી. ચંપકલતા ઉપર વિશેષ મોહિત થયેલો મહસેન રાજા પણ પિતાની ઉપર આવી પડેલી વિપત્તિને ભૂલી જઈ, કિકિલ્લી લતાની પાછળ ઓથે ઊભે રહી તેના મુખારવિંદને એકીટશે નિહાળતો, મુનિ તથા ચંપકલતા વચ્ચે થતો સંવાદ એકાગ્રચિત્તે સાંભળવા લાગે. અતિશાયિક અવધિજ્ઞાનના બળથી મહસેન રાજાનું ચરિત્ર મુનિશ્રીએ જાણી લીધું, અને તેને પ્રતિબોધ આપવા નિમિત્ત ચંપકલતાના સન્મુખ તેઓશ્રીએ ઉત્તમ ધર્મબોધ આપવો શરૂ કર્યો. ચંપકલતા ! અતિ દુર્લભ માનવજીવન મેળવી વિકથાઓને ( સ્ત્રીની કથા, દેશની કથા, રાજ્યની કથા અને ભેજનની કથા-આ ચાર કથાઓને વિકથા કહેવામાં આવે છે.) ત્યાગ કરવાપૂર્વક, તારે ધર્મધ્યાનમાં પ્રયત્ન કરવો જોઈએ. શ્રીમાનું તીર્થંકરદેવે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયઆકાશ-કાળ-પુદ્ગલ અને જીવ–આ છ દ્રવ્યો કહ્યાં છે. તેમાં પહેલાં ચાર કર્મબંધનમાં ગજનિમિલિકા કરતાં હોય તેમ મધ્યસ્થ છે, અર્થાત તે કર્મબંધનમાં વિશેષ કારણભૂત નથી. {ts | 31 t | પુદગલ સંગતિના દોષથી અર્થાત તેમાં રાગદ્વેષ કરવાથી કર્મબંધન થાય છે. જેમાં રૂપ-રસગંધ-સ્પર્શ હોય તે પુદગલ કહેવાય છે. તેના ઈષ્ટ સંગ, ઇષ્ટ વિગ, અનિષ્ટ સંયોગ અને અનિષ્ટ વિગથી જેટલે અંશે રાગ-દ્વેષ, હર્ષ, શોક થાય છે તેટલે અંશે છો નવીન કર્મબંધ Jun Gun Aaradhak Trust P.P. Ac Gunratnasuri M.S.