________________ સુદર્શન કરે છે. આ રાગદ્વેષથી ઉત્પન્ન થતાં કર્મો અનેક રૂપે પરિણમી, નાના પ્રકારની ગતિઓમાં નાના પ્રકારનાં શરીર-દેહ ધારણ કરાવે છે. અર્થાત તે કર્મફળ ભેગવવા નિમિત્તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જનાવર, દેવ, માનવ અને નરકાદિ યોનિઓમાંજાતિઓમાં પરિભ્રમણ કરવું પડે છે. પહેલા પાંચ સ્થાવરમાં ઘણો વખત રહ્યા બાદ અકામ નિર્જરાના યોગે (ઇચ્છા સિવાય અવ્યક્ત રીતે જે દુઃખ ભોગવવામાં આવે છે અને તેથી જે કમ ભેગવાઈ આછાં થાય છે તેને અકામનિર્જરા કહે છે.) કાંઈક કર્મો ઓછાં થતાં વિકલૈંદ્રિયપણું પ્રાપ્ત થાય છે (બે ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિયવાળા જીવોને વિકસેંદ્રિય કહેવામાં આવે છે), તેથી પણ વિશેષ કર્મ ઓછાં થતાં તિર્યંચ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય છે. આ અનુક્રમે કર્મથી વિશેષ વિશુદ્ધ થતો જીવ કાંઈક પુદયની મદદથી મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. મનુષ્યપણું મેળવ્યા છતાં પણુ આર્યદેશમાં ઉત્પન્ન થવું તે વિશેષ પુણ્યની મદદથી જ થાય છે. આર્ય ક્ષેત્રોમાં જ પ્રાય: ધર્મની ઉત્તમ સામગ્રી કે સગવડતા હોય છે. આર્યદેશ પ્રાપ્ત થવા છતાં પણ ઉત્તમ કુળ, જાતિ, બળ અને શારીરિક વિશિષ્ટ સંપત્તિ મળી આવવી સર્વ વિશેષ વિશેષ પુણ્યાધીન છે. આ સર્વ મળ્યા છતાં આયુષ્ય સ્વલ્પ હોય (થોડું હોય) અથવા શરીર નાના પ્રકારના રેગાદિકથી ભરપૂર હોય તો તે સર્વ મળ્યું છતાં ન મળ્યા બરોબર થાય છે. કારણ કે પૂર્વે એ કહેલ દુર્લભ સામગ્રીનો સારે ઉપયોગ થોડું આયુષ્ય અને રોગિષ્ટ શરીરને લઈને યથાયોગ્ય Jun Gun Aaradhak Trust | 3 2 . Gunatnasul M.S.