________________ સુદર્શના H 30 || ગંભીર મુખમુદ્રા સાક્ષાત મૂર્તિમાન દેહધારી ધર્મ જ હોય નહિ તેમ સૂચવતી હતી. તેઓશ્રી એક સુંદર શિલાપટ પર બિરાજેલા હતા. આવા નિર્જન પ્રદેશમાં આ શાંતમૂર્તિ મહાત્માને જોતાં જ સુંદર બાળાને ઘણો આનંદ થયો. સ્વાભાવિક રીતે પણ તત્વવિદ્ શાંતમૂર્તિ મહાત્માઓનું દર્શન દુર્લભ છે, તો મહાત્માનું અકસ્માત દર્શન થયું જાણી તેણી પોતાના આત્માને અહોભાગ્ય માનવા લાગી. તે બાળા તત્કાળ તે મુનિ તરફ વળી અને તેમની વિશેષ નિકટ નહિ તેમ બહુ દૂર નહિ તેવે | ઠેકાણે ઊભા રહી, વિધિ, બહુમાન તથા ભક્તિપૂર્વક વંદન કરી ત્યાં જ શાંત ચિત્તે ઊભી રહી. તે મહામુનિ અતિશાયિક જ્ઞાનવાન હતા. આત્મવિશદ્ધિથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે જ્ઞાનની શક્તિથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળસ બંધી અમુક મર્યાદા સુધીનું જ્ઞાન તેઓ ધરાવતા હતા. તેમનું નામ ચંડવેગ મુનિ હતું. પિતાની પાસે રાજકુમારીને આવેલી જાણી, ધ્યાન પારી, તે મહાત્માએ “ધર્મવૃદ્ધિરૂપ છે આશીર્વાદ આપવાપૂર્વક જણાવ્યું. કેણુ ચંપકલતા! બિલકુલ અપરિચિત મુનિના મુખથી અકસ્માત પિતાનું નામ સાંભળી ચંપકલતાને વિરમય થયું. હાથ જોડી નીચું મુખ રાખી નમ્રતાપૂર્વક જણાવ્યું. હા મહાત્મા હું ચંપકલતા | 30 | Ac Gunratnasuri MS Jun Gun Aaradhak Trust