________________ સુદર્શન પ્રકરણ ચોથું ચંપકલતા અને ચંડવેગ મુનિને ઉપદેશ | 29 તે સુંદરી મંદિરની બહાર આવી, આજુબાજુના રમણીક પ્રદેશોને નિહાળતી ચારેબાજુ જેવા લાગી. વિમળગિરિને પહાડ સમુદ્રની વચમાં આવી રહ્યો હતો. ચારે બાજુ જળ જળાકાર સિવાય બીજું કાંઈ જણાય તેમ નહોતું. પહાડને પ્રદેશ ઘણો રમણીક હતો. વૃક્ષો, લત્તાઓ અને સુંદર શિલાઓ સિવાય બીજું ત્યાં ભાગ્યે જ નજરે પડે તેમ હતું. તેટલામાં કેટલેક દૂર વૃક્ષની સુઘટ છાંયાવાળા પ્રદેશ તરફ તેણીનું ધ્યાન ખેંચાયું. તે વૃક્ષની નીચે કઈ મનુષ્ય બેઠું હોય તેમ દેખાયું. સુંદરી નજીક જઈ જુએ છે તો એક મહર્ષિ મુનિ તેના દેખવામાં આવ્યા. આ વખતે તે મહામનિ ધ્યાનદશામાં લીન હતા, છતાં તેમની શાંત મુદ્રા ચંદ્રની માફક આહલાદ ઉત્પન્ન કરતી હતી. સૂર્યની માફક ઉગ્ર તપોતેજ તેના શરીર ઉપર ફ્રાયમાન થતું હતું. તેની . PP A. Gunratnasur M.S. Jun Gun Aaradhak Tru