________________ સુદર્શના !! 480 દિવસનું આયુષ્ય પૂર્ણ કરી પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં તે અશ્વ મરણ પામી સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. દેવ થયા પછી તરત જ અવધિજ્ઞાનના પ્રયોગથી તેણે પિતાને અશ્વને પાછો ભવ દીઠે. જિનેશ્વરને કરેલ મહાન ઉપકાર સ્મરણ થતાં તે તત્કાળ મહાપ્રભુ પાસે આવ્યો. આવતાં જ નાના પ્રકારના મણિ, રત્ન, કનક, પુષ્પાદિની વૃષ્ટિ કરી તે પ્રભુના ચરણારવિંદમાં નમી પડે. ભક્તિભાવની લાગણીપૂર્વક, વીણા, વેણુ, મૃદંગ વિગેરે દિવ્ય વાજીંવડે, ઉત્તમ ગીત, નૃત્ય કરી તે પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યું- હે ભગવાન ! સંસારસમુદ્ર તરવા માટે આપ યાનપાત્ર (વહાણ ) સમાન છે. સંસારદુ:ખથી ત્રાસ પામેલા જીવોને તમે શરણાગતવત્સલ છો. હે પ્રભુ ! તમારા જેવા આંતરરોગને દૂર કરનાર મહાનુ વૈદ્યો દુનિયામાં છતાં, આ જન્માંધઅજ્ઞાનાધ મનુષ્ય દુનિયામાં શા માટે અથડાયા કરે છે? હે મહાપ્રભુ ! આપના બધા વચનનું પાન કરતાં અવ જેવું તિયચપણું મૂકી હું હમણાં દેવપણે ઉત્પન્ન થયો છું. હે નાથ ! જેમ દેવપણું આપ્યું તેમ અપવર્ગ (મોક્ષ) પણ આપવાની મારા પર કૃપા કરો. ઈત્યાદિ વિવિધ પ્રકારે પ્રભુની સ્તુતિ કરી પોતાના આત્માને કૃતાર્થ માનતો તે દેવ પિતાને સ્થાને ગયે. ભગવાન મુનિસુવ્રતસ્વામી પણ ભરૂચ્ચમાં કેટલાક દિવસો રહીં, અનેક જીવને પ્રતિબોધ આપી અન્ય સ્થળે વિહાર કરી ગયા. સાડા સાત હજાર વર્ષપર્યત પૃથ્વીતળ પર Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak | 8o ||