________________ સુદના # દા આ ધ્યાનથી તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થવાય છે. રૌદ્ર ભાનવડે નરકમાં જવાય છે. ધર્મધ્યાનવડે દેવલોકની પ્રાપ્તિ અને શુકલ ધ્યાનવડે નિર્વાણ પ્રાપ્ત થાય છે આ ધ્યાનમાં મરણ પામેલો સાગરદત્ત, ભયંકર ભવસમુદ્રમાં અનેક ભ ભમીને હે રાજન ! હમણાં તે તમારા પટ્ટઅશ્વપણે ઉત્પન્ન થયેલ છે. તેના મિત્ર જિનધર્મનો જીવ હું છું. તે અમુક ભવમાં મારે મિત્ર હતો. તેનું આયુષ્ય અત્યારે થોડું બાકી છે એમ ધારી તેને પ્રતિબોધવાને અવસર જાણી, અહીં મારું આગમન થયું છે. “જે જિનેશ્વરનું મંદિર કરાવે? ઈત્યાદિ વચનો સાંભળી પૂર્વભવના અભ્યાસવાળાં તે વચનથી તેને જાતિસ્મરણ થયું છે. પૂર્વના ભવોનું સ્મરણ થતાં તે ભગવાસથી વિરક્ત થયો છે. તેને સમ્યકત્વ પરિણમ્યું છે. તેનું જ્ઞાન થયું છે. મારા વચનરૂપ અમૃતથી સિચાયેલો આ અશ્વ આટલો બધો પ્રમોદ પામે છે. તે મહાપ્રભુનાં વચન સાંભળી રાજાને ઘણે હર્ષ થયે. અચ્છે પણ તે પ્રભુ પાસે અણુસણુ અંગીકાર કર્યું. રાજા પણ પરિવાર સહિત ઘણા હર્ષથી નિરંતર તેને મહેચ્છવ કરવા લાગ્યો. અશ્વ પણ આત્મભાવમાં સાવધાન થયું. વારંવાર તે મહાપ્રભુનું મુખ જોવા લાગ્યા. ઉલ્લસિત કપુટથી પ્રભુનાં વચનામૃત સાંભળવા લાગ્યો, ઈત્યાદિ શુભ ભવમાં અવશેષ પન્દર Jun Gun Aaradhak Trust ilee P.P. Ac Gunratnasur M.S