________________ સુદર્શના | 478 ચડી ગયેલી અને કેટલીક આજુબાજુ ભમતી તે પૂજારીના દેખવામાં આવી તે સર્વ ધીમેલોને તે શવભક્ત પૂજકોએ પગેથી મસળીને મારી નાખી. તે ધીમેલોને મારતાં દેખી સાગરદત્ત શ્રેણી બોલી ઊઠ્યો. હા! હા ! તમે મહાત્માઓની ગણનામાં ગણાઓ છો, છતાં આવા નિર્દોષ જીવોને મારી નાખવા એ શું તમને ગ્ય છે? તમારામાં જીવદયા કયાં છે ? શ્રેણીનાં આ વચન સાંભળી તેઓ શ્રેષ્ઠી સન્મુખ હોઠ કકડાવતા નિષ્ફર વચનો બેલવા લાગ્યા. હા! હા! જરૂર અમે તેને મારી નાંખીશું. તમારા જેવા કે ધમી દીઠે નથી. ઘડીકમાં અહીં અને ઘડીકમાં તહીં માથું માર્યા કરો છો. એક ધમ ઉપર આસ્થા તો છે નહિ ઊઠ અહીંથી, ફોગટ કષ્ટ કરવા અહીં શા માટે આવે છે? આ પ્રમાણે તે શૈવભક્તોના અસમંજસ વચનોથી શેઠનું મન ઘણું દુખાયું. પરાભવથી વિધુર ચિત્તવાળા શ્રેષ્ઠી ત્યાંથી ઊઠી ઘેર આવ્યા. તે વિચારવા લાગ્યા કે, મારે હવે શું કરવું ? આ ધર્મ સત્ય હશે કે તે ધર્મ સત્ય હશે? આમ વિચારનાં વમળમાં અથડાતો શ્રેષ્ઠી એકે વાતને નિશ્ચય ન કરી શકયો. સંશયિત મિથ્યાત્વી થઈ પોતાના થયેલા અપમાનથી આધ્યાન કરતાં તે મરણ પામ્યો. મરણ પામી તિયચની નિમાં તિર્યચપણે ઉત્પન્ન થયા. કહ્યું છે કે ... अट्टेण तिरियजोणी रुद्दझाणेण गम्मए नरयं // . धम्मेण देवलोयं शुक्झाणेण निव्वाणं // 1 // T78 12PAC Gunratnasuti M.S. Sun Gun Aaradhak T o